Abtak Media Google News

અબતક,રાજકોટ

શહેરને સુંદર અને સુવિધા સજ્જ બનાવવાના હેતુથી શહેરમાં ચાલુ પ્રોજેક્ટની દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજે 30 નવે.ના રોજ મ્યુનિ. કમીશનર અમિત અરોરાએ ભગવતીપરામાં બનાવવામાં આવી રહેલ નવી સ્કુલ અને ભગવતીપરામાં જ બનાવવામાં આવતી આવાસ યોજના સ્માર્ટ ઘર 5  6ની ચાલુ કામગીરી નિહાળી હતી. આવાસ યોજનાનો વહેલીતકે લોકો લાભ લઇ શકે તે માટે ઝડપી કામગીરી પૂર્ણ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.

 

સ્પોર્ટ સંકુલ સાથે -આધુનીક શાળા અને ફુલ ફેસીલેટેડ અપાશે શહેરની શાન સુવિધા અને સ્માર્ટનેશ વધશે

 ભગવતીપરામાં આશરે 17 કરોડના ખર્ચે નવી સ્કુલ બનાવવામાં આવી રહી છે. જેમાં સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને સ્કુલ બનાવવામાં આવી રહી છે. દરેક ખેલ માટે ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 ભગવતીપરા ટી.પી.સ્કીમ 31માં બનાવવામાં આવનાર આવાસ યોજના સ્માર્ટ ઘર 5  6ની હાલ 90% કામગીરી પૂર્ણ થયેલ છે. અંદાજિત 2 મહિનામાં કામગીરી પૂર્ણ થઇ જશે. આ આવાસ યોજનામાં 2128 આવાસ અને 65 દુકાનો બનાવવામાં આવ્યા છે. વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી. (સ્પે.)  અલ્પના મિત્રા, સિટી એન્જી.  વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઇ.ઇ.  ભાવેશ ધામેચા, એ.ઇ.  સૌરવ વ્યાસ અને  સીતાપરા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.