Abtak Media Google News

નેશનલ સમાચાર

કેન્દ્રમાં ભાજપના ૯ વર્ષ પૂર્ણ કરતા મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીની ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી. જેમાં ખાસ તેમને મિશન શક્તિ વિષે વાત કરી હતી . સરકારની નારી લક્ષી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં તેમણે  માહિતી આપતા કહ્યું કે પહેલા દર હજારે 918 મહિલાઓ હતી પરંતુ હવે દર હજારે 934 મહિલાઓ છે સાથે જ સરકાર દ્વારા મહિલા સ્ટાર્ટઅપ માટે કામ કરવામાં આવ્યું હતુ . જેનાથી ખરા અર્થમાં આપણે  તેને મહિલા સશક્તિકરણ કહી શકીએ. સાથે જ તેમને ૭ સ્તંભ વિષે વાત કરી જેના પર હાલ મોદીજી કામ કરી રહ્યા છે . મોદીજીએ 7 સ્તંભો પર કામ કર્યું છે તે સુનિશ્ચિત કરવા માટે કે નવા ભારતની મહિલાઓ ખરેખર સશક્ત બને.

10 લાખથી લઇ 1 કરોડ સુધી લોનની વ્યવસ્થા કરવામાં આવ્યાની વાત સાથે તેમણે આંકડા આપતા જણાવ્યું કે 4 કરોડ ઘરોમાં મહિલાઓને 70 ટકા લાભ મળ્યો છે. વધુમાં તેઓ જણાવેલ કે,નમો ડ્રોન દીદી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. જેને લઇને મહિલાઓને ખેતીમાં પણ રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નારી શક્તિ વંદન કાયદો લાવવામાં આવ્યો છે.જેથી સંસદ અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધશે. આ ઉપરાંત 10 કરોડ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ઉપરાંત 12 કરોડથી વધુ શૌચાલય બનાવી અપાયાની વાત તેઓએ કરી હતી.

૭ સ્તંભ

1) મહિલા સુરક્ષા 2) મહિલા સશક્તિકરણ 3) સ્ત્રીઓની સમૃદ્ધિ 4) મહિલાઓ માટે સમાન ભાગીદારી 5) સ્ત્રીઓ માટે આદર 6) મહિલાઓને સુવિધાઓ પૂરી પાડવી 7) મહિલા આરોગ્ય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.