Abtak Media Google News

આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત આજે 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે જે 30 નવેમ્બર સુધી કરી શકાશે. રાજ્યમાં 53000 આંગણવાડી આવેલી છે. જેમાં વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી થશે.

WCD વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ICDS બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે.

નોકરીની વિગતો

ICDS શાખા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.

કુલ જગ્યાઓ

આંગણવાડી કાર્યકર- 3421

આંગણવાડી તેડાગર- 7079

અરજી ચાલુ થવાની તારીખ- 08/11/2023

અરજી કરવાની છેલ્લી તારીખ- 30/11/2023 રાત્રે 12.00 કલાક સુધી

શૈક્ષણિક લાયકાત

ધો. 10 અને 12 પાસ. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નોટિફિકેશન વાંચવી આવશ્યક છે.

ઉંમર મર્યાદા- 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે

પગારધોરણ

આંગણવાડી કાર્યકર- Rs. 7800

આંગણવાડી તેડાગર- Rs. 3950

મીની આંગણવાડી કાર્યકર- Rs. 4400

કેવી રીતે અરજી કરવી?

ઓનલાઇન અરજી જ કરી શકાશે. આ માટે લાયક ઉમેદવારો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in દ્વારા અરજી કરી શકાય છે.

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

  • જેમાં eHRMS GUJARAT પોર્ટલ ખોલ્યા બાદ ‘Recruitmemt’ પર ક્લિક કરીને ‘Apply’ પર ક્લિક કરો
  • એટલે આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાતની વિગતો આવશે
  • તેમાં જીલ્લો સિલેક્ટ કરીને તેની સામે આપેલા ‘Apply’ પર ક્લિક કરવાનું રહેશે
  • શરતો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો આવશે તે ધ્યાનપૂર્વક વાંચીને ‘I Agree’ બટન પર ક્લિક કરવું
  • I Agree પર કિલક કરવાથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં જિલ્લો,તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે
  • આ ઉપરાંત ઉમેદવારે પોતાનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં,જાતિ, જગ્યાનો પ્રકાર તથા મોબાઈલ નંબર નાખીને ‘Send OTP’ પર ક્લિક કરવાનું રહેશે
  • OTP આપીને ‘Submit & Next’ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • એટલે પસંદ કરેલા જિલ્લા માટે એક ઓનલાઈન ફોર્મ ખુલશે, તેમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે
  • માહિતી ધોરણ-10 ની માર્કશીટ પ્રમાણે નામ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, જાતિ, સરનામું વગેરે આપવાની રહેશે
  • ત્યારબાદ ડિકલેરેશન પર tik કરીને ‘Save & Next’ પર ક્લિક કરવાનું રહેશે
  • શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-10, ધોરણ-12, સ્નાતક અને અનુસ્નાતક વગેરેની માહિતી આપવાની રહેશે
  • ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં Self Declarationનો નમૂનો, ઓળખાણનો પુરાવો, જન્મનો દાખલો, આધારકાર્ડ, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર, માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • અંતે Draft Application, Confirm & Submit બટન પર ક્લિક કરવાનું રહેશે
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તેના એપ્લીકેશન નંબર અને કન્ફર્મેશન નંબર રચ્વીને રાખવા જરૂરી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.