Abtak Media Google News

રાજકોટના ટ્રસ્ટી નંદલાલભાઈના ઘરે ગંગાજળ નિધિ કળશનું ભવ્ય સ્વાગત

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક મા ઉમિયાના વિશ્ર્વના સૌથી ઉંચા (૪૩૧ ફુટ) મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ભવ્યાતિ ભવ્ય યોજાનાર છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી વિવિધ કાર્યક્રમો પણ આયોજીત થઈ રહ્યા છે. જેમાં પવિત્ર ગંગાજળથી ભરેલા કળશની પુજા વિધિ કરવામાં આવી હતી તો બીજીબાજુ શિલાન્યાસ મહોત્સવની આમંત્રણ પત્રિકાઓ ગુજરાતના તમામ કડવા પાટીદારોના ઘરે પહોંચી રહી છે. શિલાન્યાસ મહોત્સવ સંદર્ભે ગંગાજળથી ભરેલ કળશની વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મનસુખભાઈ પાણ (હાઈ બોન્ડ સિમેન્ટ) રાજકોટના ઘરે માતાજીના કુંભની પધરામણી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો રાજકોટના ટ્રસ્ટી નંદલાલભાઈને ત્યાં ગંગાજળનિધિ કળશનું ગરબા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ધાર્મિક કાર્યક્રમથી ટ્રસ્ટીના પરિવારજનોમાં આનંદ-ઉમંગ છવાયો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.