Abtak Media Google News

ભારતમાં લોન્ચ કરાશે હ્યુંડાઇની આ કાર!!

હાલમાં જ ભારતમાં નવી જનરેશન હ્યુંડાઇ વર્ના ૨૦૧૭ કારને ભારતમાં લોન્ચ કરી છે હવે કંપની એક કોમ્પેક્ટ એસયુવી કારને ભારત લાવી રહી છે આ કારને કંપની ૨૦૧૯ની શરૂઆતમાં લોન્ચ કરશે જાણો શું ખાસ છે આ કારમાં…..

ડિઝાઇન :

નવી કોમ્પેક્ટ એસયુવી કારની ડિઝાઇન હ્યુંડાઇની ફ્લુડિક સ્કલ્પચર ૨.૦ ડિઝાઇન ફિલોસોફી પર આધારિત હશે. તેમાં સિગ્નેચર કાસ્કેડિંગ ગ્રીલ આપવામાં આવશે.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ :

નવી Hyundai carlinoમાં ૫૦ ટકાથી વધારે રિસર્ચ અને ડેવલમેન્ટ ઇનપુટ્સ ભારતમાં થશે. આ કાર ભારતમાં પેટ્રોલ અને ડિઝલ અને બંને વેરયિન્ટ્સમાં ઉપલબ્ધ હશે.

બીજી તરફ તેના ડિઝલ વેરિયન્ટમાં ૧.૪ લીટર U2 CRDIએન્જિન લાગેલુ હશે.

આ એન્જિન ૮૯ બીએચપીનો પાવર અને ૨૨૦ ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. આ બંને કારમાં ૬ સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સથી લેસ હશે. કંપનીઆ કારના ઓટોમેટિક વર્ઝનને પણ ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

ભારતીય માર્કેટ મુકાબલો :

ભારતમાં હ્યુંડાઇ આ કારને ક્રેટાની નીચે રિપ્લેસ કરશે અને તેનો મુકાબલો ભારતીય માર્કેટમાં મા‚તિ સુઝુકી વિટારા બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને મહિન્દ્રા ટી યુવી ૩૦૦ જેવી કોમ્પેક્ટ એસયુવી કારો સાથે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.