Abtak Media Google News

મરચા, હળદર, ધાણાજીરૂ, તજ તથા બાદિયા સહીતના તેજાનાની બજારો છલકાઇ

રસોડુ સ્ત્રીઓની પ્રયોગશાળા હોય છે અવનવી વાનગીઓ બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને ગુજરાતની ગૃહીનીઓ બાસ માસનાં મસાલા સાથે ભરતી હોય છે. તો હવે આ મસાલાની સીઝન આવી ગઇ છ તો ચાલો જાણીએ અબતકની ટીમ પાસેથી મસાલા માર્કેટ અંગેનો ખાસ અહેવાલ

Advertisement

Vlcsnap 2018 03 16 18H20M27S189નાના મવા મસાલા માર્કેટમાં વિવિધ પ્રકારનાં મસાલા આવી ગયા છે. મરચા, હળવદ, ધાણાજી‚ , આખા મસાલા જેવા કે મરિ, લવીંગ, તજ બાદીયા તમાલ પત્ર, કોકમ, એલચી વગેરે જોવા મળ્યો અનાજ ચોખા કઠોરમાં મગ, ચણા, તુવેર, રાજમા, ચોખા, મઠ, ચણાની દાળ, મગની દાળ તુવેરની દાળ, મસુરની દાળ, અળદ તથા અળદની દાળ જેવા કઠોર પણ મસાલા માર્કેટમાં મળી રહે છે.

Vlcsnap 2018 03 16 18H20M27S189 1

મસાલા માર્કેટનાં દુકાનદાર મુકેશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૩ વર્ષથી તેઓ મસાલા માર્કેટમાં વેપાર માટે આવે છે. તથા મરચામાં અલગ પ્રકારના રેશમ પટ્ટો, ઢોલર, કાશ્મીરી, ડબલ પટ્ટો, સીંગલ પટ્ટો એવા હોય છે. લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો હતો મરચાની વાત કરતાં તેઓએ એ પણ જણાવ્યું કે વધુ વેચાતુ મરચું ડબલ પટ્ટો છે અને ઓછામાં ઓછું વેચાણ સીંગલ પટ્ટાનું થાય છે કારણ કે ખુબ જ તીખું હોય છે.

સચિન જીવરાજાણી જણાવ્યું કે, તેઓ હોલસેલ ભાવે રસોડાનું તમામ કરિયાણાના વેપારી છે જીએસટી અંગે વાત કરતા જણાવ્યું કે વસ્તુના ભાવમાં ખાસ ફેરફાર જોવા મળ્યું નથી.

Vlcsnap 2018 03 13 12H44M50S28

શ્રીરામ મસાલા  માર્કેટના સંચાલક ભાવેશભાઇએ જણાવ્યું કે છેલ્લા ૧૩ વર્ષોથી શ્રીરામ મસાલા માર્કેટ ચાલે છે ઘરાકી પણ ઘણી જોવા મળે છે. ગ્રાહકોને સંતોષકારક વસ્તુઓ મળી રહે છે.

ખરીદી માટે આવેલી મહિલાઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે શ્રીરામ મસાલા માર્કેટ કર્વોલીટી તથા ચોખ્ખાઇની બાબતમાં સારીછે. સંતોષકારક ભાવે વસ્તુ સારી ગુણવત્તા સાથે મળી રહે છે.

Vlcsnap 2018 03 13 12H42M12S251

ખોડીયાર મસાલા માર્કેટ (આઝાદ ચોક)માં વિક્રાંત તન્ના

સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેમનું આયોજન આ વખતે મોલ જેવું છે. તથા દળવા માટેની ઘંટીને કાચમાં પેક કરીને અલગ રૂમ બનાવ્યો છે. દરેક વસ્તુમાં તેના પ્રકારના બોર્ડ વસ્તુ પર લગાવેલ છે. તથા વોશરુમની પણ સુવિધાઓ છે.

Vlcsnap 2018 03 13 12H42M03S156

જય ખોડીયા મસાલા માર્કેટ (સીવીલ નજીક)ના સંચાલક સામતભાઇ ગોગળ સાથે વાતચીતમાં જાણવા મળ્યું  કે તેઓ મસાલાના જુના વેપારી છે. અને તેમને આ બાબતનો ખુબ જ અનુભવ છે. મરચાની ગુણતવાને પણ તેઓ ઘ્યાનમાં લે છે અને તેમની માર્કેટમાં માલ માત્ર ગુણવતા વાળોં જ જોવા મળે છે. ત્થા મરચા, હળદર, ઘાણા, ધાણી, રાય, તજ, લવીંગ, બાદીયા, વરીયાણી, એલસી વગેરે જેવા મસાલા તમામ પ્રકારના કઠોડ પણ તેઓ વેચાણ માટે રાખેલ છે.

દુકાનદાર ગોપાલભાઇએ જણાવ્યું કે તેઓ ૧૦ વર્ષથી મસાલાનો વેપાર કરે છે. અને આ વખતે મસાલામાં ગુણવતા સારી છે. મસાલા માર્કેટની ચોખ્ખાઇના પણ તેઓએ વખાણ કર્યા હતા.

Vlcsnap 2018 03 13 12H41M44S226

મરચામાં દેશી મરચાના બે પ્રકાર સીંગલ પટ્ટો અને ડબલ પટ્ટો જેનો ભાવ ૯૦ થી ૧૩૦, ઢોલર મરચાનો ભાવ ૧૨૦ થી ૧૭૦, સીંગલ પટ્ટાનો ભાવ ૮૦ થી ૧૨૦, કાશ્મીરી મરચુ ૧૪૦ થી ૧૬૦ તેમજ હળદરનો ભાવ ૭૦ થી ૧૦૦ સુધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.