Abtak Media Google News

મહાપાલિકાએ પ્રથમ દિવસે જ માસ્ક ન પહેરનાર ૧૪૦ આસામીઓ પાસેથી રૂ.૧.૪૦ લાખનો દંડ વસુલ્યો: હજુ પણ ચેકીંગ ચુસ્તપણે ચાલુ રખાશે

રાજકોટ શહેરમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એપિડેમીક ડિસીઝ એકટ, ૧૮૮૯ અનુસાર  રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે, ઘરથી બહાર નીકળનાર વ્યક્તિએ મોઢું અને નાક ઢંકાય તે માટે માસ્ક અથવા હાથ રૂમાલ અથવા અન્ય કાપડ મોઢે બાંધવું ફરજીયાત બનશે. આ જાહેરનામાનો અમલ આજે તા. ૧૩-૦૪-૨૦૨૦ ના રોજ સવાર ૦૬:૦૦ વાગ્યાથી શરુ થઇ ગયેલ છે. શહેરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર કરેલ જાહેરનામાંનો ભંગ કરવા બદલ એટલે કે માસ્ક અથવા મોંઢું ઢાંક્યા વગર નીકળતા શહેરના કુલ ૧૮ વોર્ડમાંથી જુદાજુદા ૫૪ પોઈન્ટ પરથી ૧૪૦ આસામીઓ પાસેથી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં રૂ. ૧,૪૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સુવિધાઓ ઘર સુધી મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક પરિવારની જીવનજરૂરિયાત સામગ્રી તેના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. છતાં પણ કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનું થાય તો જેતે વ્યક્તિએ માસ્ક અથવા અન્ય કપડાથી પોતાનું મ્હો અને નાક ઢાંકવાનું રહેશે. જો આ બાબતને નજર અંદાજ કરશે તો જે વ્યક્તિ માસ્ક કે અન્ય કપડાથી મ્હો અને નાક ઢાંક્યા વગર માલુમ પડશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાંનો ભંગ કરવા બદલ પ્રથમ વખત રૂપિયા ૧,૦૦૦/- નો દંડ કરાવવામાં આવશે અને એજ વ્યક્તિ બીજી વખત ભંગ કરશે તો રૂપિયા ૫,૦૦૦/- નો દંડ કરવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારો પરથી કુલ ૧૪૦ આસામીઓ જાહેરનામાંનો ભંગ કરતા પદાકાયેલ છે. સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મનપા દ્વારા જુદાજુદા અધિકારીઓને પોઈન્ટ ફાળવવામાં આવેલ છે, તે તમામ પોઈન્ટ પરથી માસ્ક કે અન્ય કાપડ વડે મ્હો નહિ ઢાંકતા આસામીઓ પાસેથી રૂપિયા ૧,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, જો બીજી વખત એજ આસામી જાહેરનામાંનો ભંગ કરતા જણાશે તો તેની પાસેથી રૂપિયા ૫,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

મ્યુનિ, કમિશનર વધુમાં ભારપૂર્વક એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા નાગરિકો પાસેથી દંડ વસૂલ કરવા ઈચ્છતી નથી પરંતુ વર્તમાન સંજોગોમાં લોકડાઉનના સંપૂર્ણ પાલન અને કોરોના વાયરસના ચેપને પ્રસરતો રીકવાના પગલાં રૂપે માસ્ક ફરજીયાત બનાવવાની ફરજ પડી છે અને લોકો આ જાહેરનામાનો પણ વ્યાપક જાહેર સ્વાસ્થ્યના હિતમાં અમલ કરે તેવો હેતુ છે અને જો કોઈ નાગરિક આ જાહેરનામાનો ભંગ કરે એતો નાછૂટકે મહાનગરપાલિકા દ્વારા એ વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવા મજબુર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.