Abtak Media Google News

રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ પ્રતિક લાઠીયાની બારડોલી ખાતે બદલી: નવા આરટીઓ તરીકે જે.એમ.ખાપેડની નિમણૂંક

રાજ્યના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે કે આરટીઓ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. સમી સાંજે 199 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 16 આરટીઓ તથા એઆરટીઓ તેમજ વર્ગ – 2 ના 86 અને વર્ગ – 3 ના 87 આસીસ્ટન્ટ ઈસ્પેક્ટર્સની બદલી કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બદલીનો ઘાણવો નીકળ્યો છે.રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ પ્રતિક લાઠીયાની બારડોલી ખાતે બદલી કરાય છે.

જ્યારે તેમની જગ્યાએ રાજ પીપળાના જે.એમ.ખાપેડને મૂકાયા છે. મોટર વાહન નિરિક્ષક એમ.ડી. પાનસેરીયાને અમદાવાદ પૂર્વમાં મુકાયા છે. જ્યારે એસ.એસ.ગામીતની સુરત ખાતે  બદલી કરવામાં આવી છે.

મહેસાણાના ડી.એન.પટેલને રાજકોટ આરટીઓ કચેરીમાં મૂકાયા છે. આ ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવતાં એ.એ.પરમારને તેમજ એચ.ડી.ચૌધરીને પણ બદલી કરવામાં આવ્યા છે. જ્યારે વી.બી.પટેલ અને એ.આર.પટેલને રાજકોટ આરટીઓ કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 199 જેટલા આરટીઓ અધિકારીઓની મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલી ઘાણવો નીકળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.