Abtak Media Google News
  • રાજકોટ ઝોનમાં બેઝિક ગણિતમાં કુલ 36120 વિધાર્થીઓમાંથી 35437 હાજર રહ્યા અને 683 ગેરહાજર રહ્યા: સ્ટાન્ડર્ડ ગણિતમાં 4872 વિધાર્થીઓ નોંધાયા જેમાં 4863 હાજર રહ્યા અને નવ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા
  • શુક્રવારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર: કાલે ધો.12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર

એસએસસી-એચએસસીની બોર્ડની પરીક્ષાઓમાં આજ રોજ ધો.૧૦માં વિદ્યાર્થીઓની બુધ્ધિ કસોટી કરતા ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. આજે યોજાયેલ ધો.૧૦ની પરીક્ષામાં રાજકોટ જિલ્લાના કુલ 692 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

સામાન્ય રીતે કઠીન ગણાતા ગણિત વિષયનું આજનું પેપર એકંદરે સરળ રહેતા પરીક્ષા બાદ બાળકોના મુખ પર સ્મિત જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા યોજાઈ હતી.શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધો.૧૦-૧૨ની પરીક્ષાઓનો ગત તા.11મી માર્ચના રોજથી પ્રારંભ થયો હતો. રાજકોટ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે.

ધો.૧૦માં આજ રોજ ગણિત વિષય માટે પરીક્ષા યોજાઈ હતી. અન્ય વિષયની સરખામણીમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે ગણિતનો વિષય બુધ્ધિ કસોટીનો હોઈ વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓના મુખપૃષ્ટ ઉપર પણ ચિંતા જોવા મળી હતી. જો કે એમસીક્યુ સહિત પાર્ટ બીના દાખલા પણ એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષામાં રાજકોટ ઝોનમાં બેઝિક ગણિતમાં કુલ 36120 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં 35437 હાજર રહ્યા હતા અને 683 ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત સ્ટાન્ડર્ડ ગણિતમાં 4872 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં 4863 હાજર રહ્યા હતા અને નવ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જિલ્લામાં એક પણ કોપીકેસ નહિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં આજે સવારે ધો.10માં ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જો કે આ પરીક્ષા દરમિયાન એક પણ કોપીકેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો નથી. ઉલ્લેખનીય છે કે, સોમવારે ગુજરાતીની પરીક્ષામાં પણ એક પણ કોપીકેસ નોંધાયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.