Abtak Media Google News

મહાભારતના યુઘ્ધનો અંત સરવાળે અતિ કારુણ્યભીનો હતો: આપણા અંત કેવો હશે? નરોવા કુંજરોવા !

આપણી દુનિયામાં યુઘ્ધો થાં જ રહે છે, યુઘ્ધ વિના જાણે માનવજાતનો ચેન પડતું નથી ! નજીવા સંશય સાથે કહીએ તો એ ત્રીજા વિશ્વયુઘ્ધ સુધી પહોંચી જઇ શકે એવી આજના વિશ્ર્વની સ્થિતિ છે! લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આરંભાઇ ચૂકી છે અને તેને લગતું પ્રચાર-યુઘ્ધ ક્રમે ક્રમે જોહ પકડી રહ્યું છે.રાજકીય પ્રવાહો એવી દહેશત સર્જે છે કે ત્રીજું વિશ્ર્વયુઘ્ધ જાગી જ જશે તો ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે થશે !જો વિશ્વ યુઘ્ધ થશે તો તે મહાભારત જેવા અતિ ભયાનક યુઘ્ધ હશે. અને એને અંતે વિનાશ સિવાય કાંઇ જ બાકી નહિ રહે ! આમ છતાં યુગ બદલાય છે, તેમ મનુષ્યો બદલાય છે. માન્યતાઓ બદલાય છે. ‘સતયુગ’ અને ‘દ્રોપર યુગ’ ના મનુષ્યો તથા કળિયુગના મનુષ્યો વચ્ચે મોટું અંતર છે.

આપણા દેશના રાજકીય રંગરાગની સમીક્ષા કરતી વખતે સતયુગ અને દ્વાપરયુગ નજરની સામે આવે છે.ભારતે ભોગવેલી ગુલામીના દિવસો સાંભરે છે.સતયુગમાં આ દેશમાં મર્યાદિત વસ્તી હતી, છેક ૧૯૩૫માં પણ આજના જેટલી વસ્તી ન હતી. કલ્પનામાં ન આવે તેટલી સખ્તાઇ હતી.  ‚પિયો ભલે એક ગુલામ દેશનો હતો પણ તગડો હતો. તેજસ્વી પણ હતો તે વખતની આવકમાં કમસેકમ જીવન નિર્વાહ થઇ જતો હતો,

એ બંને યુગોગમાં જે માણસ મટી ગયો હોય અને માનવતા ખોઇ બેઠો હોય એવો કોઇ ન હતો.ઇચ્છામૃત્યુનું વરદાન પામે એવો મહામાનવ આજ સુધીમાં કોઇએ કયાંય જોયો કે સાંભળ્યો નથી. દેશનું પતન એ કારણે જ થયું. કોઇ ભિષ્મ સમો મહામાનવ નથી…કળિયુગમાં સતયુગ સર્જી આપે એવા કોઇ નથી..શું તમને એવું નથી લાગતું કે, આપણે ખોટા માણસોના હાથમાં ફસાઇ ગયા છીએ. જેમને તેમના નીજી સ્વાર્થ  અને સત્તાના સિહાંસનની પ્રાપ્તિ સિવાય અન્ય કશો જ વિચાર નથી આવતો… જે મંલાં કરતાંય મેલું છે એ દંભી રાજકારણે એમને સંપૂર્ણપણે પરવશ તેમજ પરાધીન કરી મૂકયા છે.

તેમને માતૃભુમિ પ્રત્યેનો ધર્મ યાદ રહ્યો જ નથી.એમને જે અતિ મહત્વનું છે તે સૂઝતું જ નથી. હકીકતમાં આપણે ત્યાં એક નવા જ પ્રકારની કેળવણીની જરુર છે. જે નવાજ મનુષ્યો પેદા કરવાનું શીખવે અને એને માટે ઝઝૂમવાનું બળ આપે, જો આમ થઇ જાય અને નવા યુગલક્ષી મનુષ્યો સર્જાવા લાગે તો તે આપણાં દેશમાં અને કદાચ આખી દુનિયામાં હમણા સુધીમાં થયેલી સૌથી મહાન ક્રાંતિ હશે!પરંતુ મનુષ્યને ખરેખરો ઓળખવો આસાન નથી. મનુષ્યને સમજવો પણ આસાન નથી. એમાં પણ મનુષ્યને બદલવો તો લોઢાના ચણા ચાવવાથી પણ વધુ અધરો છે.

કોઇએ ભલે ટિખળમાં એમ કહી નાખ્યું હતું કે, આપણા દેશમાં અત્યારના રાજનેતાઓને પગથી માથા સુધી ઓળખવાનું, એમની ગમે તે ઘડીએ બદલાવી રહેતી કપટી બોલી તથા અસત્યભાષાને સમજી જવાનું અને રાષ્ટ્રને લૂંટતા રહેવાની એમની આવડતને પકડી પાડવાનું તો અતિ દુષ્કર છે… કદાચ એટલે જ એવી ટકોર કરવી પડે છે. કે ચુંટણી જીતી જાય તેથી આખીં જીંદગી જીતી ગયા એમ રખે કોઇ માને ! મનુષ્ય જન્મે તે મૃત્યુ પામે તયાં સુધીમાં કેટલીયે વાર કેટલીયે બાબતોમાં મનુષ્યો જીતે છે, ને હારે છે, કોઇ જીત આખરી ને કઇ હાર આખરી  તે કહી શકાય જ નહીં. કોઇએ એવી આગાહી કરી છે કે ચુંટણી જીતવાની બેહુદી ભાંજગળમાં આખો દેશ હારી જવાની સંભાવના છે! અને હા, જો એમની બધી જ આગાહીઓ સાચી પડતી હશે તો તે જબરું અપશુકન ગણાશે ! અને હાંં, પાંચ વર્ષમાં ઓછામાં ઓછી પાંચ અગ્નિ પરીક્ષા જોવી પડે તેવી દેશની હાલત છે.

કહે છે કે સંજોગોનો જે દાસ બને છે તે યુવાન નથી. સંજોગોને પલટાવવાનું સામથ્યુ જેનામાં છે તે જ સાચો યુવાન છે. આવતીકાલના સપના જોનારો જ જીવનની દિશા નિર્ધારિત કરી શકે. જે લોકો રાત્રે સપના જુએ છે તેનું આયુષ્ય સવાર સુધીનું જ હોય છે. જેઓ ઉઘાડી આંખે સપના જુએ છે તે જીવનપર્યત હોય છે. તેઓ જ સપનાને સાકાર કરી શકે છે. નવા યુગનું નિર્માણ કરી શકે છે.

આ સૃષ્ટિનો કોઇ અંત નથી. પ્રકૃતિના ભંડારમાં કોઇ ચીજની ખોટ નથી. આ સમૃઘ્ધિ કોઇ એક વ્યકિતની સંપત્તિ નથી. એના પર કોઇનો પણ અધિકાર નથી. આ તમામ ધન-સમૃઘ્ધિને પ્રાપ્ત કરવાની શકિત પણ આપણાંમાં અથાગ તથા અસીમ છે. પરંતુ જયારે આપણે ઇશ્ર્વરની મહાન શકિતથી આપણી જાતને અલગ કરી લઇએ છીએ, ત્યારે આપણે તુચ્છ દીન-હીન તથા અસમર્થ બની જઇએ છીએ જે નહેરનો સંબંધ નદીથી કપાઇ જાય છે. તેમાં પાણી કયાંથી આવે?

માણસ જો પોતાના મગજનો સાચો ઉપયોગ કરે તો પ્રકૃતિના અક્ષય ભંડારમાંથી પોતાના માટે ઉપયોગી તથા અવાશ્યક પદાર્થો પ્રાપ્ત કરી શકે છે. મે-મહિનામાં આપણો દેશ ચુંટણી યુઘ્ધથી મુકત થઇ જશે, તેની સાથે અજબ ગજબના આશ્ર્ચર્યો જન્મી ચૂકયા હશે. કોઇ મુત્સદીએના વિષે ‘નરો ના કુંજરોવા’ કહેવા પ્રેરાય તો નવાઇ નહિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.