Abtak Media Google News

સીઆઈએસએફના જવાનોએ ચોપાટીમાં ઉપાડયું સ્વચ્છતા ઝુંબેશ

ચોપાટી જાયેંગે’ને ભેલ-પુરી ખાયેંગે…માયાનગરી મુંબઈનું નઝરાણું ચોપાટી હવે ચોખી ચટ્ટક થઈ ગઈ છે. સીઆઈએસએફના જવાનોએ ચોપાટીમાં સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી કલીન અપ કરી દીધું છે. આમ દેશની સુરક્ષા સાથે સ્વચ્છતાની પણ તકેદારી જવાનો લે છે.

ચોપાટી પર અનેક ફિલ્મોના શુટિંગ થયા છે. મુંબઈ આવતા લોકો ખાસ ચોપાટી જાય છે અને ભેલ-પુરી ખાય છે. ફિલ્મમાં હીરો-હીરોઈન ચોપાટી પર દોડતા હોય કે હોર્સ રાઈડિંગ કરતા હોય તેવા ઘણા દ્રશ્યો દર્શકો ‚પેરી પડદે જોઈ ચુકયા છે.

ચોપાટી માયાનગરી મુંબઈનું નઝરાણું છે. ખાસ કરીને પ્રથમ વખત જ મુંબઈ ફરવા આવતા લોકો ચોપાટી અચુક જાય છે. તેમને ચોપાટી જોવાનું ઘેલું છે. અહીં બીચ અને આસપાસના વિસ્તારોમાં કચરો અને ગંદકી વધી ગઈ છે. સીઆઈએફએસના જવાનોએ સ્વચ્છતા પખવાડાના ચોપાટી બીચ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ ઉપાડીને ચોપાટીને ચોખીચટક કરી નાખી છે. અહીં મુંબઈના લોકો મોર્નિંગ વોકમાં આવે છે. વ્યાયામ કરવા આવે છે, ફરવા આવે છે.

સપરિવાર ફરવાલાયક જગ્યા ચોપાટીને ચોખીચટાક બનાવનારા સીઆઈએસએફના જવાનો ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેમણે રવિવારે સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી હતી. યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હતી. સીમાડા સાચવતી આ સુરક્ષા ટુકડી કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનમાં પણ પોતાનું યોગદાન આપી રહી છે. તેમણે ચોપાટીને કલીન અપ કરીને ચોખી અટક કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.