Abtak Media Google News

જેઓને ઉલટું અને કાળું દેખાતું હોય એવી માનસિકતા ધરવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકોને ઉંધા ચશ્માં પહેરાવવાના પ્રયત્ન કરેલ છે :- મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય

મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે, જેઓને તમામ કામ ખોટા,ઉંધા અને કાળા દેખાવની માનસિકતા ધરવતા વોર્ડ નં-૩ના કોર્પોરેટર અતુલભાઈ રાજાણી,દિલીપભાઈ આસવાણી અને અન્ય કોંગ્રેસના અન્ય કોર્પોરેટર દ્વારા લોકોને ઉંધા ચશ્માં પહેરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તે બાબત વિસ્તારના લોકો સારી રીતે જાણે છે, જેથી રાજકોટ મહાનગરપાલિકાના છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમય થી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ મૂકી શાસન સોપેલ છે ભૂતકાળમાં શહેરના મતદારોએ ૧ ટ્રમ કોંગ્રસ પાર્ટીને શાસન આપતા શહેરના મતદારો ૫ વર્ષમાં ત્રાહિમામ પોકારી ગયેલ કોર્પોરેશનના વાહનોનો દારુની હેરફેર માટે ઉપયોગ ખુલેઆમ ભ્રષ્ટાચાર અને અંદરોઅંદર વિવાદ સિવાય ૫ વર્ષના સમયમાં કઈ કરેલ નથી.

Advertisement

વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે, છેલ્લા ૨ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૩ સંતોષ નગર ફાયર સ્ટેશન, તથા સ્ટાફ ક્વાટર્સ, રેલનગર અન્ડરબ્રિજ, આવાસ યોજનાને જોડતા ટી.પી. સ્કીમ નં-૨૩ અને ૨૪ ના ટી.પી રસ્તાઓના મેડલીંગ કામ, માં સંતોષી પ્રાથમિક શાળા ૯૮, રામકૃષ્ણપરમહંસ પ્રાથમિક શાળા ૬૮, ના નવા બિલ્ડીંગ,સફાઈ કામદારોની આવાસ યોજના, કિટીપરા સ્લમ વિસ્તારના  લોકોને સુંદર આવાસ બનાવી ફાળવેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજના હેઠડ પોપટપરા વિસ્તાર ખાતે દેશના જુદા જુદા ક્રાંતિવીરોના નામો આપી ૧૧ જેટલી સુવિધા સભર ટાઉનશીપ બનાવવામાં આવેલ છે.નવી આંગણવાડીઓ બનાવામાં આવેલ છે તેમજ પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત વોર્ડના ક્રમાનુસાર રસ્તાઓ એક્શન પ્લાનમાં સમાવેશ કરી પેવર કામો દર વર્ષે આશરે રૂ.૧.૮૦ કરોડ જેટલા ખર્ચે કરવામાં આવે છે.

આ ઉપરાંત હાલના માન.મુખ્યમંત્રી અને રાજકોટના ૬૯ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયરશ્રી ડૉ. જૈમન ઉપાધ્યાય, સહિતના પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી વોર્ડ નં-૩માં કરોડો રૂ.ના વિકાસના કામો કરવામાં આવેલ છે.

ભારતીય જનતા પક્ષના શાસકો હંમેશા શહેરના તમામ વોર્ડ માં વિકાસ થાય તે દિશામાં હંમેશા કામ કરી રહી છે. શહેરના વિકાસમાં તંત્રની સાથે સાથે રાજય સરકાર તેમજ શહેરીજનોના સહયોગથી શહેર ખુબજ આગળ વધી રહેલ છે ત્યારે કોંગ્રેસના મિત્રો પાસે કોઈ નક્કર કામ માટેની વાત ન હોઈ ફકત ને ફકત આવા રાજકીય નાટકો કરવાની આદત પડી ગયેલ છે તેમ અંતમાં મેયરશ્રી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.