Abtak Media Google News

ખ્યાતી મારૂ અને સોહમ ગણાત્રાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં હરિયાણા ખાતે ગ્રેપલિંગ ઓલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજકોટના ખ્યાતિ મારૂ અને સોહમ ગણાત્રા બે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાજકોટ તથા ગુજરાતનું નામ રોશન કરેલ છે. થોડા સમય પહેલા ગ્રેપલિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્ટેસ્ટ ચેમ્પિયનશીપ અને નેશનલનું સિલેકશન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજકોટના ચાર ખેલાડીઓ ખ્યાતિ મારૂ, જયપાલસિંહ જાડેજા, સોહમ ગણાત્રા, ગોપી વ્યાસ અને જય ચંદાનીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાએ હરિયાણા નેશનલ  ગ્રેપલિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગયા હતા. જેમાં ખ્યાતી મારૂએ અંડર-15 માં 48 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ. સોહમ ગણાત્રાએ અંડર-17 માં 100 કિલો બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ અને જયપાલસિંહ જાડેજાએ ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

તમામ ખેલાડીઓને સાંદીપનિ સ્કૂલમાં કોચ અસ્ફાક ઘૂમરા દ્વારા તાલીમ આપવામાં આવે છે તે બદલ શાળાના એમ.ડી. ઉર્વેશ પટેલ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.