Abtak Media Google News
  • ડિજિટલ આઇડી પ્રુફ હોવા છતાંય ક્ષત્રિય મહિલાને ફ્લાઈટમાં બેસવા ન દેવાયા
  • ડિજિટલ કોપી દેશભરમાં માન્ય છતાંય રાજકોટમાં સ્પાઈસ જેટ- એરવેઝના કર્મચારીની મનમાની સામે થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
  • ક્ષત્રિય મહિલાનું સન્માન જાળવવામાં ક્ષત્રિય સુપરવાઈઝર નિષ્ફળ: ગેરશબ્દોથી રોષ

રાજકોટ એરપોર્ટ પર સ્પાઇસ જેટના કર્મચારી દ્વારા એક મહિલાની હેરાનગતિ કરવાની ઘટના પ્રકાશમાં આવતા કર્મચારીના મનસ્વી વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક મહિલા યાત્રીને યેનકેન પ્રકારે ફ્લાઈટમાં બેસવા નહીં સ્પાઇસ જેટના કર્મચારીએ પોતાનું મનસ્વી વર્તન સતત ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ લાજવાને બદલે ગાજવા લાગતા આ સ્પાઇસ જેટના કર્મચારીએ મહિલા મુસાફર વિશે વાણી વિલાસ પણ કર્યો હતો.

વિશ્ર્વ સાથે કદમ મેળવવા માટે એકતરફ વડાપ્રધાન મોદી ડિજિટલ ઈન્ડિયાની વાતને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે બીજી તરફ સ્પાઈસ જેટના કર્મચારીએ રાજકોટથી મુંબઈ જતી ક્ષત્રિય મહિલા પાસે ટીકીટ અને ફોટો આઇડીબી સોફ્ટ કોપી હોવા છતાંય ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવાનો ઈન્કાર કરી દેતાં સ્પાઈસ જેટના કર્મચારીની આવી મનસ્વી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદારો સામે ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આ શરમજનક ઘટનાની વિગત મુજબ એક ક્ષત્રિય મહિલા ગત તા. 16-08-2022 ના રાજકોટથી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના નિર્ધારીત સમય મુજબ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા. તેમની પાસે એજન્ટ થકી બુક કરાવેલી ક્ધફર્મ ટીકીટ તેમજ ફોટો આઇડીની સોફ્ટ હોવા છતાંય સ્પાઈસ જેટના જવાબદાર સુપરવાઈઝર શિવરાજ જાડેજાએ મેન્યુઅલ આઇડી પ્રુફનો જ આગ્રહ રાખીને તેમને ફ્લાઈટમાં બેસવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ અરસામાં મુસાફર ક્ષત્રિય મહિલાએ તેમનું મુંબઈ જવું જરૂરી હોય સુપરવાઈઝરને ટીકીટના લિસ્ટમાં નામ ચેક કરી લેવા ઉપરાંત જરૂરી આઈ.ડી. પ્રુફની સોફ્ટ કોપી પણ બતાવવા છતાંય સુપરવાઈઝર ટસના મસ થયા ન હતાં. એરપોર્ટ ઉપર તૈનાત સીઆઈએસએફના કર્મચારીનો આવો કોઈ આગ્રહ ન હોવા છતાંય જેટના કર્મચારીના હઠાગ્રહના કારણે મહિલા મુસાફરી કરી શક્યા ન હતાં. એટલું જ નહીં ટીકીટ અન્ય ફ્લાઈટમાં ક્ધવર્ટ કરવાની કે રીફંડ આપવાની વાતને પણ સ્વીકારવામાં આવી ન હતી. ઉલ્ટાનું ક્ષત્રિય મહિલા સાથે ગેરવર્તન પણ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મહિલા મુસાફરની એકપણ વાત જક્કી વલણ ધરાવતાં સુપરવાઈઝરે ન સ્વીકારતા ફ્લાઈટ રવાના થઈ જતાં અંતે મહિલા મુસાફરે મેનેજરને તેમના પરિચિત સાથે વાત કરાવતાં ફોનમાં પણ કર્મચારીએ મુસાફર અંગે એલફેલ શબ્દો બોલતાં રોષ ફેલાયો છે. મુસાફર મહિલા અને સુપરવાઈઝર બંને ક્ષત્રિય સમાજના હોવા છતાંય ક્ષત્રિયોની ગરિમાને લાંછન લગાડે તેવા આ વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુપરવાઈઝર શિવરાજ જાડેજાએ ક્ષત્રિય ધર્મ પણ લજાવ્યો: મહિલા મુસાફરનું ભયાનક અપમાન કર્યું

શિવરાજ જાડેજાને ક્ષત્રિય ધર્મ સાથે જાણે કોઈ લેવા દેવા જ ન હોય તેવી રીતે તેણે ક્ષત્રિય મહિલા મુસાફરની હેરાનગતિ કરી ફ્લાઇટમાં તો બેસવા જ ન દીધા પરંતુ મહિલાનું ભયાનક અપમાન પણ કર્યું હતું. આ આખી ઘટનામાં જો સૌથી ભૂંડી ભૂમિકા કોઈએ ભજવી હોય તો એ છે- સ્પાઈસ જેટનાં રાજકોટ ખાતેનાં સુપરવાઈઝર શિવરાજ જાડેજા. તેણે ક્ષાત્રધર્મ ભૂલીને પોતાનાં જ સમાજની મહિલાનું અપમાન કર્યું હતું અને અત્યંત ગંદી-હલકી ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. તસવીરો પરથી શોખીન જીવડાં લાગતાં શિવરાજે માત્ર ક્ષાત્રધર્મનું જ નહીં, માનવધર્મનું પણ ભયાનક અપમાન કર્યું છે. શિવરાજની આવી હરકતો ક્ષત્રિય સમાજમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે અને ચોમેરથી તેનાં પર ફિટકાર વરસી રહ્યો છે.

ફ્લાઇટ ઓવર બુક થઈ જતા આવું વર્તન કરાયું ?

જે ફ્લાઈટના અમુક મુસાફરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે તે મુજબ તહેવારોની મોસમ હોવાથી મુસાફરોનો ધસારો હોય ત્યારે એરલાઈન્સ દ્વારા ઓવર બુકીંગ કરવામાં આવે છે અને છેલ્લી ઘડીયે આવા કોઈ ને કોઈ બહાના હેઠળ અમુક મુસાફરોને ક્ધફર્મ ટીકીટ હોવા છતાંય ફ્લાઈટમાં બેસવા દેવાતા નથી. આ ઘટનામાં પણ એવું જ કંઈક બન્યાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે જેના લીધે મહિલા મુસાફરની હેરાનગતિ કરી ફ્લાઈટમાં બેસવા ન દેવાયા હતા. આ મામલે પણ જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

સુપરવાઈઝરનું ભૂંડુ વર્તન પ્રકાશમાં આવતા શિવરાજ જાડેજાને રજા પર ઉતારી દેવાયો ?

જે રીતે હાલ માહિતી મળી રહી છે તે મુજબ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પ્રચંડ રોષનો માહોલ ઉભો થયો છે તેવા સમયમાં ભૂંડુ વર્તન કરનારા શિવરાજ જાડેજા પર પગલાં લેવાની જગ્યાએ વિવાદનો વંટોળ શાંત ન થાય ત્યાં સુધી શિવરાજ જાડેજાને રજા પર મોકલી દેવાયાની વિગતો સામે આવી રહી છે. શિવરાજ જાડેજાને રજા પર મોકલી દેવાયો છે કે તે પોતે જ વિવાદથી બચવા રજા પર ઉતરી ગયો છે તે પણ હાલ એક મોટો સવાલ છે.

સ્પાઇસ જેટના અધિકારીઓએ મામલાથી અજાણ બની ’હાથ ખંખેરી’ લીધા !!

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર ઘટનાની ખરાઈ માટે ’અબતક’ મીડિયાની ટીમે રાજકોટ એરપોર્ટ સ્થિત સ્પાઇસ જેટના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્પાઇસ જેટની ઓફિસે ગયેલી અબતક મીડિયાની ટીમે સમગ્ર મામલે હકીકત જાણવા મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેનેજરે વાત કરવાનું પણ ટાળ્યું હતું. મેનેજરના કહેવાથી સ્પાઇસ જેટના અન્ય એક કર્મચારીએ સ્પાઇસ જેતનું મેઈલ આઇડી આપી જે પણ રજુઆત હોય તે આ મેઈલ આઇડી પર કરી દેવા જણાવવામાં આવ્યું હતું. શિવરાજ જાડેજાએ તો મહિલાનું અપમાન કર્યું જ પરંતુ સ્પાઇસ જેટના અન્ય અધિકારીઓએ પણ ઘટનાની ગંભીરતા નહીં સમજીને અપમાનને પ્રોત્સાહન આપ્યા જેવું કૃત્ય આચર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.