Abtak Media Google News

જૂનાગઢ મહાનગરમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ ધીમીધારે વરસાદનું એક એક ઝાપટું આવી રોડ ભીના કરી જાય છે, અને બે દિવસ દરમિયાન મહાનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, જૂનાગઢ મહાનગર સહિત જિલ્લામાં રવિવારે વિસાવદર ખાતે 20 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકા તથા ગ્રામ્ય પંથક સાવ કોરા ધાકળ રહેવા પામેલ છે.

Advertisement

લાંબી ઈન્તેજારી બાદ શનિવારે જૂનાગઢ મહાનગર પર મેઘો મહેરબાન થયો હોય તેમ ત્રણ દિવસથી બપોર બાદ ધીમીધારે વરસી આવી રહ્યો છે. જેના કારણે ચોમાસા જેવું વાતાવરણ ખડું થઈ ગયું છે,

પરંતુ મેઘો માંડ એકાદ ઇંચ જેટલો જ જુનાગઢમાં મેધો મહેરબાન  ત્રણ દિવસમાં ત્રણ ઇંચ વરસાદવરસે છે, બાદમાં  અને આજે પણ મેઘરાજાએ જૂનાગઢમાં પધરામણી કરી હતી અને ત્રણ દિવસ દરમિયાન કુલ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી  વરસાદના બપોર બાદ એક એક ઝાપટાં આવી રહ્યા છે, તે સિવાય વિસાવદર, માળિયામાં તથા ભેસાણમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વંથલી, કેશોદ, મેંદરડા તાલુકો સાવ કોરોકાટ રહેવ પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.