Abtak Media Google News

વરસાદી માહોલ વચ્ચે રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત રાજ્યના સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ દ્વારા લાંબા સમયી પડતર પ્રશ્ર્નો અંગે રજૂઆત બાદ આગામી ૧લી ઓગષ્ટી અચોક્કસ મુદતની હડતાલ બાબતે આજરોજ રાજકોટ મેડિકલ કોલેજ ખાતેી મેડિકલ પ્રોફેસરોએ મેડિકલ કોલેજ કેમ્પસી રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસીએશન દ્વારા યેલી સરકારને રજૂઆતોના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા રાજ્યભરના તમામ સરકારી અને જીએમઈઆરએસ મ્યુનિ. મેડિકલ કોલેજના પ્રોફેસરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેના ભાગરૂપે વરસાદ વચ્ચે રાજકોટમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતેી કલેકટર કચેરીએ કલેકટર રાહુલ ગુપ્તાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

લાંબા સમયી ૧૫ જેટલી પડતર માંગણીઓ જેવી કે બઢી પ્રક્રિયા, નવા પ્રોફેસરો ભરતી પ્રક્રિયા, સાતમાં પગારપંચ અને બઢી ફાયદા-કર્મચારીની મળવા પ્રાપ્ત નોન પ્રેકટીસ એલાઉન્સ જેવા પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા શહેરના ૨૦૦ શિક્ષકો સહિત રાજ્યના ૩૦૦૦ તબીબી શિક્ષકો ૧લી ઓગષ્ટી અચોકકસ હડતાલ પર ઉતરશે. જ્યારે આ હડતાલમાં શહેરના ૨૫૦ તબીબો સો રાજ્યભરના ૪૦૦૦ જેટલા રેસીડેન્ટ તબીબો પણ હડતાલમાં જોડાશે.

૧લી ઓગષ્ટી રાજ્યભરના તબીબી શિક્ષકો સો રેસીડેન્ટ તબીબો પણ હડતાલમાં જોડાશે તો શહેરના ૩૦૦૦ જેટલા ઓ.પી.ડી. દર્દીઓ અને ૮૦૦ દાખલ દર્દીઓને સીધી અસર વિશે જ્યારે હડતાલ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. શહેરમાં આજરોજ વરસાદી માહોલ વચ્ચે પણ ૧૨૫ જેટલા તબીબી શિક્ષકોએ કલેકટર કચેરીએ જઈ કલેકટર રાહુલ ગુપ્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.