Abtak Media Google News

બીજી ઓગસ્ટે આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકર જગ્યામાં ઓછા નિભાવ ખર્ચવાળા જુદા જુદા ૧૮ થી ૨૨ જાતના અંદાજે ૨૨૯૯૫ વધુ બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક “આર્યુવૈદિક ઉધ્યાનનું આયોજન: ૨ લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પરિપૂર્તિ થશે

તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૭.૩૦ કલાકે રાજકોટના આજી ડેમ ખાતે કિશાન ગૌશાળાની બાજુમાં આશરે ૪૭ એકર જેટલી વિશાળ જમીનમાં  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વ્રુક્ષારોપણ સાથે “અર્બન ફોરેસ્ટના આયોજનના અમલીકરણનો પ્રારંભ કરવામાં આવનાર છે. શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારથી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચુક્યા છે અને આગામી તા.૨ ઓગસ્ટે ૨ લાખ વ્રુક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ થશે. આ અવસરે સૌ ગ્રીન પ્લેજ અર્થાત શહેરમાં હરિયાળી સર્જવાના શપથ પણ લેશે. ૪૭ એકરમાં કુલ ૧૮ બ્લોક રચવામાં આવશે અને વિવિધ સંસ્થાઓને તે ફાળવી તેમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ થશે.આ અર્બન ફોરેસ્ટનું નામકરણ પણ કરવામાં આવનાર છે. દરમ્યાન આ જ દિવસે સવારે ૯.૪૫ કલાકે અર્બન ફોરેસ્ટના કાર્યક્રમ બાદ તુર્ત જ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાનમાં સેવા સેતુ કાર્યક્રમનું પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવનાર છે. જોગાનુજોગ તા.૨  ઓગસ્ટે મુખ્યમંત્રીનો જન્મ દિન પણ છે અને રાજકોટને અનેક પ્રોજેક્ટસની ભેટ આપનાર આપણા રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીને રાજકોટવાસીઓ પણ “અર્બન ફોરેસ્ટના નિર્માણના સંકલ્પ અને તેને પરિપૂર્ણ કરવાના સક્રિય આયોજન થકી જન્મ દિનની ગિફ્ટ અર્પણ કરશે. આવું આયોજન કરનાર રાજકોટ કદાચ દેશનું પ્રથમ શહેર બનશે તેમ  મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેશનલ હાઇ -વે ૮-ઇ ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, , કિશાન ગૌ-શાળા સામે આવેલ  ગ્રિન બેલ્ટ  હેતુની અંદાજ  ૪૭ એકર પૈકીની ખુલ્લી જમીનમાં   કુદરતી ભાગોને વિચલિત કર્યા વિના સ્થાનિકેની ભૌગોલિક સ્થિતી તેમજ પિયત વિગેરેની અનુકુલનતા ધરાવતા અંદાજ જુદી જુદી ૧૮થી ૨૨ જાતના અંદાજ ૨૨૯૯૫ની સંખ્યામાં  સ્થાનિકે વિકાસ પામતા અને ઓછા નિભાવ ખર્ચ વાળા બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક આર્યુવૈદિક ઉધ્યાન બનવવામાં આવી રહ્યો છે. સ્થળ અને જળના સંગમ અને હરવા ફરવાના  સ્થળ અને રાજકોટ ની જીવાદોરી સમાન આજી ડેમ વિસ્તાર પ્રાક્રુતિક ખોળે માં આવતા યાયાવર પક્ષીઓને રેસ્ટીંગ-બ્રિડીગ સ્થળ  અને ફુડ મળી રહે તે પ્રકારના  વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે અને તેમા ઉમેરો થાય અને રાજકોટની ગણના અભ્યાસ ક્ષેત્રે વિશેષથી થાય તેવા પ્રાયસ  કરવામાં આવશે.

આ વિસ્તારની ટોપોગ્રાફી ધ્યાને રાખી આ જગ્યામાં આંતરિક રસ્તાઓ વિગેરે બનાવી નજીકના ભવિષ્યમાં આતરિક ભાગોમા હરવા ફરવા માટેનું માધ્યમ બની રહેશે તેમજ આ જ્ગયામાં જગ્યાઓને અનુરૂપ નાના મોટા ૭ સ્થળોને જળ સંચયની કામગીરીઓમાં  અમલવારી કરાયેલ છે. તેમજ આ વિસ્તારમાં હરવા ફરવા આવનારા સહેલાણી માટે બેઠક વ્યવસ્થાના રૂપમા ગજીબો તેમજ વિહંગાવલોકન માટે બે વોચ ટાવર બનવા જઇ રહ્યા છે. વ્રુક્ષારોપણના આ મહાઅભિયાનમાં વન વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારી, શ્રી પૂજિત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પુરૂષાર્થ યુવક મંડળ, શ્રી ક્રાંતિ માનવ ચેરી. ટ્રસ્ટ, શ્રી સરગમ ક્લબ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ, શ્રી યુ.વી. ક્લબ, શ્રી અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રી બોલબાલા ચેરી. ટ્રસ્ટ, શ્રી સાંઇબાબા ચેરી. ટ્રસ્ટ,  શ્રી જલારામ સેવા સમિતિ, શ્રી અર્પિત મહિલા ટ્રસ્ટ, દાઉદી વ્હોરા ટ્રસ્ટ, અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ બિલ્ડર એસો., ચેમ્બર ઓફ કોમર્સ, રેલ કર્મયોગી, કાઠિયાવાડ બાલાશ્રમ, શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, શ્રી વિવેકાનંદ યુવા કલબ, સૌરા. યુનિ.ના તાબાની સરકારી કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, એન.એસ.એસ. તથા એન.સી.સી., રોટરી મીડટાઉન, એસ.આર.પી.ના તાલીમાર્થીઓ, કોર્પોરેશન શાળાઓ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, સદભાવના સેવા ટ્રસ્ટ, સ્પોર્ટ્સ તથા સ્વીમીંગ એન.જી.ઓ., યોગ તથા સાંસ્કૃતીક વિકાસ વિભાગ સંબંધિત સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બાગબગીચા અને ઝૂ સંબંધિત સંસ્થાઓ, સ્માર્ટ સોસાયટીઓ, સ્મેશ ક્લબ, આરોગ્ય સંબંધિત એન.જી.ઓ., ઇન્ડીયન મેડીકલ એસોસિએશન,ટી મર્ચન્ટ,,મીનરલ વોટર એસોસિએશન, કેમીસ્ટ એસોસિએશન, ડેરી એસોસિએશન, સરગમ ક્લબ, બોલબાલા ટ્રસ્ટ, એન્જી. એસોસી., ચેમ્બર ઓફ કોમર્સ, સ્વામિનારાયણ ગુરુકુળ, આત્મીય યુનિ. રામકૃષ્ણ આશ્રમ, ગોપાલ ચુડાસમા, હાર્દિક બાવીશી, યોગેશભાઇ પટેલ, સોહિલભાઇ હમીદભાઇ, અને આર.કે. યુનિવર્સિટી, યોગેશભાઇ પટેલ, રાજકોટ બિલ્ડીંગ એસોસિએસન, આત્મિય કોલેજ, સ્વામીનારાયણ સંસ્થા, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ, જે.પી. જાડેજા,  જીજ્ઞેશ અમૃતિયા, ટી.એમ. શિયાણી,  ધર્મેન્દ્રસિંહ ઝાલા, મનિષભાઇ, ડો. મેહુલ રૂપાણી, પ્રકાશભાઇ દુધરેજીયા, તુષારભાઇ વાંકાણી, નટવરસિંહ ચૌહાણ, રેખાબેન, સ્પોર્ટસ એન.જી.ઓ. સ્મેશ ગૃપ, રેનબસેરા, ધીરજ ભટ્ટ, શાળા સંચાલક મંડળ, પરાગ તેજુરા, સોશિયો નેચર ક્લબ, મારવાડી યુનિ., ક્રાઈસ્ટ કોલેજ, વાઈલ્ડ સૌરાષ્ટ્ર, ફાેટોગ્રાફી ક્લબ વગેરે સહિતની સંસ્થાઓ ભાગ લેશે. દરમ્યાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સવારે ૯.૪૫ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં સરકારની વિવિધ કુલ ૪૬ સેવાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.