Abtak Media Google News

વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેક્ટર  કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ રાજકીય પક્ષો સાથે ચૂંટણી સંબંધિત બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.સી.સંપટે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી અને ચૂંટણી આચારસંહિતાની તમામ જોગવાઈઓ પરત્વે ધ્યાન દોરી ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું.

કલેકટરએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાની પ્રાથમિક માહિતી, ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે વ્યક્તિ/વાહનની સંખ્યાના નિયંત્રણ, ઉમેદવારે લેવાના સોગંદ, ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવવા, ચૂંટણી ખર્ચના હિસાબો માટે અલગ બેંક એકાઉન્ટ રાખવા બાબત, એબી ફોર્મ રજૂ કરવા, ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાના સોગંદનામાં (ફોર્મ 26), ઉમેદવારી પત્રની દરખાસ્ત કરવા, અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર, પ્રતિક ફાળવણી સહિતની વિવિધ બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને વિસ્તૃત જાણકારી આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.