Abtak Media Google News

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ત્રિમંદિર અડાલજ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં ૩.૨૫ લાખ ચો.મી.માં આયોજન : ૨૦૦૦ થી વધુ ઉદ્યોગ સાહસિકો તેમજ ૨ લાખી વધુ મુલાકાતીઓ લાભ લેશે : રાજકીય મહાનુભાવો, ફિલ્મ કલાકાર ઉપરાંત નામાંકિત હસ્તીઓ આપશે હાજરી

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા જે ૧૯૮૭માં સપિત ગુજરાત રાજ્યના બ્રાહ્મણોની માતૃ સંસ છે. સંસ દ્વારા આગામી તા.૩,૪,૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ગુજરાતના બ્રાહ્મણોની મેગા બિઝનેશ સમીટ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.આ અગાઉ ૨૦૧૭માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૧.૨૫ લાખી વધુ મુલાકાતીઓ અને ૧૨૦૦ી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.આ વખતે યોજાનાર આ આયોજન ત્રિમંદિર અડાલજ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં ૩,૨૫,૦૦૦ ચો.મી. જેટલી જગ્યામાં યોજાનાર છે. જેમાં ૨ લાખી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે તેવો અંદાજ છે. ૨૦૦ી વધુ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે.બી ટુ બી અને બી ટુ સી મીટીંગ અને બેરોજગાર મેળો તા ૨૦૦ ઉપરાંત ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ ઉભા કરવામાં આવશે. તેમજ વિશિષ્ટ યોગદાન કરેલ બ્રહ્મ પ્રતિભાઓને સન્માનવામાં આવશે.

મેગા બ્રાહ્મણ બિઝનેશ સમીટ-૨માં અગ્રગણ્ય, રાષ્ટ્રીય અને રાજકીય મહાનુભાવો, ફિલ્મ કલાકાર તા હસ્તીઓ ઉપસ્તિ રહેશે. આ મેગા ઈવેન્ટના માધ્યમી બી ટુ બી અને બી ટુ સી પ્લેટફોર્મ પ્રદાન કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત આ સમીટ દ્વારા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં સમાજ દ્વારા વ્યવસાયીક નેટવર્ક પૂરું પાડવાની વિશેષ તક, કુલ ૨૦૦ જેટલા સ્ટોલનું આયોજન જેમાં બ્રહ્મ વ્યવસાયકારો દ્વારા ઉત્પાદીત અને ખરીદ વિક્રય ચીજોનું પ્રદર્શન તા વેંચાણ, ૧૦,૦૦૦ી વધુ  બેરોજગારો બ્રાહ્મણોને રોજગારી પૂરી પાડવાનો પ્રયાસ તેમજ ૧૫૦૦ી વધુ નાના મોટા બ્રહ્મ વ્યવસાયકારો, ઉદ્યોગકારો અને કંપનીઓ ભાગ લેશે.

7537D2F3 21

બ્રહ્મ ગૌરવ એવોર્ડ ટૂંકમાં વિશિષ્ટ સરકારી પદે નોકરી મેળવનારા બ્રાહ્મણોનું એવોર્ડ આપી સન્માન, આ કાર્યક્રમ અંતર્ગત મેગા સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટનું ભવ્ય આયોજન, અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારા બ્રાહ્મણોનું એવોર્ડ તા પ્રમાણપત્ર આપી સન્માન તેમજ ફિલ્મ કલાકારો અને પ્રતિભાઓ એવોર્ડ સમારોહમાં ઉપસ્તિ રહી કાર્યક્રમને ભવ્ય બનાવશે. બિઝનેશ સમીટ અંતર્ગત બાળકો માટે મનોરંજન પાર્કનું પણ કેમ્પમાં ભવ્ય આયોજન યું છે.તા.૩-૧-૨૦૨૦ના રોજ બપોરે ૧૨ કલાકે ધર્મસભા અને ઉદ્ઘાટન, સવારે ૯ થી રાત્રીના ૯ સુધી બી ટુ બી મીટીંગ, પ્રદર્શન અને રોજગાર મેળો, સાંજે ૬ થી મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ,

તા.૪-૧ના રોજ સવારે ૯ કલાકેી બેંક ધિરાણ સેમીનાર, ટેકસ અને લોન માર્ગદર્શન ત્યારબાદ બપોરે ૧ કલાકેી મહિલા બાળ સેમીનાર, મહિલા સશક્તિકરણ, મહિલા ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી દ્વારા માર્ગદર્શન, ત્યારબાદ સાંજે આધુનિક ટેકનોલોજી અને માર્કેટીંગ નિષ્ણાંતોનો સેમીનાર યોજાશે. તા.૫-૧ના રોજ સવારે બી ટુ બી, બપોરે ૨ કલાકી સફળ વ્યવસાયીકો અને ઉદ્યોગપતિઓ દ્વારા માર્ગદર્શન સાંજે ૪ કલાકેી બ્રહ્મ હેલ્કાર્ડ યોજનામાં સહભાગી ડોકટરોનો સેમીનાર તેમજ સાંજે ૫ વાગ્યે ભવ્યાતિભવ્ય બ્રહ્મ ગૌરવ એવોર્ડ-૨ યોજાશે. રાત્રીના ૧૧ કલાકે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ આયોજનમાં સમસ્ત બ્રહ્મ પરિવારોને હાજરી આપવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.