Abtak Media Google News

17 વીઘા જગ્યામા ગેરકાયદેસર પેશકેદમી હટાવવાની કામગીરી શરુ કરાતા દબાણ કારોમાં ફફડાટ

Screenshot 2024 01 27 09 42 48 14 6012Fa4D4Ddec268Fc5C7112Cbb265E7

ગીર સોમનાથ સમાચાર,

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારો ના વિકાસ માટે નડતરરૂપ ગેરકાયદે દબાણો નેસ્ત નાબૂદ કરવા માટે તંત્રએ નેમ લીધી છે શનિવારે સોમનાથ મરીન પોલીસ ચોકી વિસ્તાર આસપાસ વહેલી સવારમાં જ પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા માટે તંત્રએ ઘોષ બોલાવતા સરકારી જમીનને પોતીકી બનાવી ટેસ્ કરતા તત્વો માં સોપો પડી જવા પામ્યો હતો. સોમનાથ મંદિર પરિસર આસપાસ અને દરિયાકાંઠે કરોડોની લેખાતી સરકારી જમીન ઉપર દાયકાઓથી અડીંગો જમાવનારા તત્વો ને હટાવવા માટે તંત્ર નિરંતર દબાણ હટાવ કામગીરી કરતું રહ્યું છે

શનિવારે સવારે સોમનાથ એસપી મનોહરસિંહજી જાડેજા ના આદેશ અને માર્ગદર્શન હેઠળ ડેમોલેશન માટે ફાળવાયેલા પોલીસ જવાનોનો કાફલો સાથે વહીવટીતંત્ર ની ટીમ સોમનાથ મરીન આસપાસ ના દબાણો હટાવવા માટે ત્રાટકી હતી કરોડો રૂપિયાની બજાર કિંમત ગણાતી 17 વીઘા જમીન ના વિશાળ વિસ્તારમાં વર્ષોથી જામેલ  પેશ કદમી વિકાસ આડે અવરોધ રૂપ બનતી હતી અનેકવાર દબાણકારોને સ્વેચ્છાએ દબાણ હટાવવાની તાકીદ કરવા છતાં દબાણો ન હટતા શનિવારે વહેલી સવારથી જ ગેરકાયદેસર ડેમોલેશન હટાવવાની કામગીરી શરૂ કરી મોટાભાગના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ ડેમોલેશન સાંજ સુધી ચાલે તેવું માનવામાં આવી રહ્યું છે કરોડો રૂપિયાની બજાર કિંમત ગણાતી સરકારી કિમતી જમીન ખૂટી કરવા માટે સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે આ લખાઈ રહ્યું છે ત્યારે જેસીબી બુલડોઝર અને વિશાળ કાફલા સાથે નું ડેમોલેશન ચાલી રહ્યું છે સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં તમામ દબાણો દૂર થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રખાશે તેમ  ડેમોલિશન ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.