Abtak Media Google News

આજે બીજા દિવસે પણ ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર જારી છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળામાં કોડીનારમાં 39 મિમિ એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ગીરસોમનાથના સુત્રાપાડામાં 21 મિમિ જ્યારે મહેસાણાના ઊંઝામાં 3 મિમિ અને ગીર સોમનાથના વેરાવળમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ કોડીનારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો અને સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગઈકાલે રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં  5.64 ઈંચ નોંધાયો હતો.

 આ ઉપરાંત અમરેલીના જાફરાબાદમાં 3.36 ઈંચ,

સુરેન્દ્રનગરના લખતરમાં  3.20 ઈંચ,

અમરેલીના વાડીયા માં 2.68 ઈંચ,

અમરેલી ના બાબરમાં 2.44 ઈંચ,

તાપીના વ્યારામાં 2.28 ઈંચ,

ગીર સોમનાથના તાલાલામાં 2.24 ઈંચ,

અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ,

વડોદરાના ડભોઈમાં 2.24 ઈંચ,

નર્મદાના ડેડિયાપાડામાં 2.24 ઈંચ,

ભરૂચના વાલીયામાં 2.04 ઈંચ,

મોરબીના વાંકાનેરમાં 1.88 ઈંચ,

સુરતના ઉમરપાડામાં 1.80 ઈંચ,

અમરેલીના ખાંભામાં 1.68 ઈંચ,

સુરેન્દ્રનગરના દસાડામાં 1.60 ઈંચ,

ગાંધીનગરના દહેગામમાં 1.56 ઈંચ,

ડાંગના આહવામાં 1.56 ઈંચ,

સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.40 ઈંચ,

ભરૂચના નેત્રંગમાં 1.36 ઈંચ,

પાટણના સિધ્ધપુરમાં 1.12 ઈંચ, અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.