Abtak Media Google News

જો મેગી તમારો પ્રથમ પ્રેમ હોય તો આ તમને ખુશ કરવા માટે ખાસ તમારા માટે જ છે.. આ વિડીયોમાં એક દાદીમા 100 પેકેટની એક સાથે મેગી બનાવતા દેખાય છે. શ માટે નઇ ? જેમાં પોતાની દેશી રીતે જ તે મેગી બનાવે છે.

દેશી કિચન નામની યૂટ્યૂબ ચેનલ દ્વારા આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના ટાઇટલ માં દાદીમા દ્વારા મેગી એવું આપવામાં આવ્યું હતું. દાદીમા મેગીના પેકેટ ખોલતા દેખાય છે. અને તેમાં સાથે એક બેનની હેલ્પ લેવામાં આવે છે. અને બંને સાથે મળી ને મેગીના નાનાં નાના પેકેટ ને ખોલતા દેખાય છે. ત્યાં બાદ થોડા શાકભાજીને કટ કરી અને મેગી સાથે ઉમેરવામાં આવે છે. જે થોડો સમય લે છે. 2 થી પણ ઓછા સમયમાં દાદીમાની મેગી થઈ જાય છે તૈયાર.

આ કૂકિંગની પદ્ધતિ અને વિડીયો 10 મિનિટનો છે. અને છેલ્લે દાદીમા દ્વારા તે કઈ રીતે અલગ અલગ રેસિપિ બનાવે છે તે બતાવમાં આવ્યું છે અને નૂડલ્સને કઈ રીતે કૂક કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે.

આ વિડીયો જોઈને તમને પણ મોઢા માં આવી જશે પાણી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.