Abtak Media Google News

વોટ્સએપ મેસેન્જર સર્વિસનો ઉપયોગ કરતી વખતે પ્રાઇવસીનો પ્રશ્ન સૌથી મોટો રહે છે. ક્યારેક ગુપ્ત સંદેશાઓ એટલે કે મેસેજ અન્ય કોઈ વ્યક્તિ જોઈ લે અથવા તો ડિલીટ કરવાના ભુલાઈ ગયા હોય તો અન્ય વ્યક્તિને જાણ થઈ જાય તેવી દહેશત લોકોને રહેતી હોય છે. આવી સ્થિતિમાં વોટ્સએપે તાજેતરમાં જ એક મહત્વનું ફીચર લોન્ચ કર્યું હતું આ ફીચરને એક્ટિવ કરવાથી સાત દિવસની અંદર જ બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ ઓટોમેટીક ડીલીટ થઇ જશે

વોટ્સએપ દ્વારા તાજેતરમાં મેસેજ ગાયબ થઈ જાય તેવા ફિચરને લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપમાં થયેલી વાતચીતને વ્યક્તિગત રાખવા માંગતા હોય તે લોકો માટે આ ફીચર ખૂબ મહત્વનું સાબિત થશે. ટૂંક સમયમાં તમામ ઉપભોક્તાઓના મોબાઈલમાં આ અપડેટ આપવામાં આવશે.

આ ફિચરનો ઉપયોગ વન ટુ વન વાત ચિત દરમિયાન કરી શકાશે. ગ્રુપમાં મેસેગ ડીસીપીર એટલે કે ગૂમ થવાનો વિકલ્પ એડમીનને આપવામાં આવશે. ફિચરનો એક્ટિવટ કરવા માટે સેટીંગમાં વિકલ્પ પસંદ કરવાના રહેશે.

આવી રીતે થઈ શકશે ઉપયોગ!

વોટ્સએપ મેસેજ આપોઆપ ડીલીટ થઈ જાય તે માટે..

પદ્ધતિ

વોટ્સએપ ચેટમાં કોન્ટેક્ટ નેમ ઉપર ક્લિક કરો, ત્યારબાદ ડિસપીઈરીંગ મેસેજ ઉપર ક્લિક કરો. ત્યારબાદ કન્ટીન્યુ ઉપર ક્લિક કરી ઓન કરો. આ સુવિધાનો ઉપયોગ કરવા દરેક કોન્ટેક્ટ અને ગ્રુપને એક એક કરી સિલેક્ટ કરવા પડશે.

ગ્રુપમાં ઉપયોગ થશે?

આ સુવિધાનો ઉપયોગ વ્યક્તિગત ચેટની સાથેસાથે ગ્રુપમાં પણ થઈ શકે છે. જોકે, માત્ર એડમીન જ ફિચરનો ચાલુ બંધ કરી શકે છે.

બેકઅપનું શુ?

જો વ્યક્તિએ મેસેજ ડીલીટ થઈ ગયા પહેલા બેકઅપ લીધું હશે તો તે ગુમ થયેલો મેસેજ બેકઅપમાં સામેલ થઈ જશે. વ્યક્તિ જ્યારે બેકઅપ રીસ્ટોર કરશે ત્યારે તે મેસેજ ડીલીટ થઈ જશે.

ક્યારે ક્યારે સુવિધા વ્યર્થ નીવડશે

કોઈ વ્યક્તિ સ્ક્રીનશોટ પડી શકે છે. મેસેજ ડીલીટ થાય તે પહેલાં સ્ક્રીનશોટ પડી લે તો તે મેસેજ જોઈ શકાશે. ઉપરાંત મેસેજ ફોરવર્ડ પણ કરી શકાશે.

ફોટો અને વિડિઓ

આ ફિચરના કારણે સાત દિવસમાં ચેટના ફોટો અને વિડિઓ પણ આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે ઉપભોક્તા આ ફોટો અને વિડિઓને સાત દિવસ પહેલા સેવ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.