Abtak Media Google News

પ્રવૃત્તિમાં તપ અને વૃત્તિમાં ક્ષમા એજ સંવત્સરી મહાપર્વની સાચી આરાધના

જિનાલયોમાં આરાધના, આલોચના અને સમુહ પ્રતિક્રમણના આયોજનો: ઠેર ઠેર ‘મિચ્છામી દુકકડમ’ના નાદ ગુંંજયા: કાલે સ્થાનકવાસી જૈન સમાજ સંવત્સરી મહાપર્વની ઉજવણી કરશે

જૈન સમુદાયનાં પર્યુષણ મહાપર્વમાં જપ, તપ, ધ્યાન અને આરાધનાનાં સંગમ બાદ આજે દેશવાસી જૈન સમાજ Dsc 0433એકબીજાને ક્ષમાપના પાઠવશે પર્યુષણએ આત્મશુધ્ધિનું અતિ મહાપર્વ છે. જીવનને નંદનવન બનાવનાર આધ્યાત્મિક સપ્તાહમાં સાત દિવસ મહાવીર પ્રભુની સાધના કરવાની હોય છે. જયારે છેલ્લો દિવસ સંવત્સરીની સિધ્ધિ ગણાય છે. એટલે પર્યુષણનો આઠમો દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. આજે તા.૨૫ને શુક્રવારના રોજ દેરાવાસી સમાજ એકબીજાને મન, વચન અને દેહથી ‘મિચ્છામી દુકકડમ’ પાઠવશે જયારે આવતીકાલે તા.૨૬ને શનિવારના રોજ સ્થાનકવાસી જૈનો સંવત્સરીની ઉજવણી કરશે.

Advertisement

ક્ષમાપના પાઠવી દેરાવાસી જૈનોએ ઉજવ્યો સંવત્સરી મહાપર્વ

Dsc 0446દેશવાસી જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વના આજે અંતિમ દિવસ છે. પ્રથમ સાત દિવસ જપ, તપ, આરાધના, અઠ્ઠાઈ, પ્રતિક્રમણ, આરતી અને પ્રભુજીની ભાવના કરી દેરાવાસી જૈનોએ આજે હર્ષોલ્લાસથી સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી હતી વહેલી સવારે જિનાલયોમાં ગૂ‚ભગવંતનાં પૂજન અર્ચન બાદ દેરાવાસી સમાજે આપસમાં ‘મિચ્છામી દુકકડમ’ કહી સંવત્સરીની ઉજવણી કરી હતી આખુ વર્ષ કરેલી ભૂલોનું ક્ષમાપના કરી પ્રાર્યશ્ર્ચીત કર્યં હતુ.

બોલવામાં મુશ્કેલ પડે એવા ત્રણ શબ્દ મારીભૂલથઈ: પૂજય ધીરજમુનિ .સા.

પર્યુષણ મહાપર્વનો પાવન સંદેશ

‘શત્રુના ઘરે ન જવું’ એમ નીતિ કહે છે અને ‘શત્રુને મિત્ર બનાવીને જીવવું’ એમ પ્રીતિ કહે છે. સંસારી નીતિને અનુસરે છે. જયારે સંત પ્રીતિને અનુસરે છે. પર્વાધિરાજ પર્યુષણા પર્વના પુનિત દિવસોની પધરામણી એટલે આત્માની ઓળખના દિન ! પરમાત્માની સમીપે જવાનું પર્વ ! મનના પ્રદુષણને દૂર કરવાનો અવસર ! આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના અને અશુભ ભાવો દુર કરવા માટે પર્વના પાવન દિવસો છે.

જે વિદ્યાર્થીએ વર્ષભેર મહેનત કરી હોય, વાંચી લીધું હોય તેને પરીક્ષા નજીક આવે તેમ આનંદ વધતો જાય. સાધકને પણ સંવત્સરી મહાપર્વ નજીક આવે તેમ મૈત્રી ભાવ ઉભરાવા લાગે. જો સાત દિવસમાં પુરેપુરી તૈયારી કરી હોય તો ! નહિતર પછી…. નિશાળના શિક્ષકે પોતાના ઘેર ટયુશન માટે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં મહત્વના આઈ.એમ.પી. પોઈન્ટ લખાવીને પછી પ્રશ્ર્ન કર્યો ! હવે કોઈને કાંઈ પૂછવું છે ?

ચબરાક સ્વીટુએ ઉભા થઈને કહ્યું:

‘સર ! મારા એક જ પ્રશ્ર્નનો જવાબ આપી દો, તો કામ થઈ જાય !

કયો પ્રશ્ર્ન ?

એ જ કે આ પરીક્ષાના પ્રશ્ર્નપત્રો કયા પ્રેસમાં છપાવાના છે ?

એનો ઉતર આપી દો, તો બેડો પાર થઈ જાય.

માનવીનું મન જ ચંચલ છે. મહેનત વિના જ મોક્ષમાં પહોંચી જવું છે. જીવનની શુદ્ધિ અને આરાધના વિના વેર-ઝેરના ભાવોનો સંગ્રહ શાંતિ અપાવનાર નથી.

જીવનમાં નમ્ર બનનાર વ્યકિતને કદાચ લોકો કહેવા લાગે કે નમાલા થઈને ઝુકી જવાની જ‚ર નથી ! આપણે ખમાવવાની શું જ‚ર છે ! આવા શબ્દોની માયાજાળમાં આવ્યા વિના એક જ લક્ષ્ય કરવાનું છે કે મારે કોઈની સાથે વેર રાખવું નથી.

સામેવાળા ખમાવે કે ન ખમાવે, જે ભૂલનો સ્વિકાર કરે છે તે જ મહાન બને છે. ‘ જો ઉવસમઈ અત્થિ તસ્સ આરાહણા’. જે ઉપશમભાવને ધારણ કરે છે તે આરાધક બને છે.

જીવન જીવતા સંભવ છે કે – સારા ભાવ હોવા છતા ભૂલ થઈ જાય. આમેય બોલવામાં મુશ્કેલી પડે એવા ત્રણ શબ્દ છે મારી ભૂલ થઈ !

માણસ અહંને છોડીને ‘મારી ભૂલ થઈ !’ એટલું સ્વીકારવા લાગે તો ઘર-ઘરમાં આનંદ છવાય જાય. જીભનો વેપાર ધણો કર્યો હવે જીગરનો વેપાર કરો. જીવનમાં જીગરનો વેપાર ચાલુ થાય ત્યારે જ જગદીશ ખુશ થાય છે ! માત્ર ફરિયાદમય જીવન જીવ્યા જવાથી કોઈ ફાયદો થવાનો નથી. વાતવાતમાં ગુસ્સો કરનાર પરમાત્માની સમીપે જઈ શકતા નથી.

ભગવાન મહાવીરની ક્ષમા અલૌકિક છે. સ્વયં સહન કરો અને બીજાની ભુલની ક્ષમા કરો. માનવ પણ બાલસુલભ સ્વભાવનો બની જાય તો ભુલમાંથી શૂલ ઉભા નહી થાય અને મૈત્રીના ફુલ મહેંકી ઉઠશે.

વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન એ જ પર્યુષણાનો સંદેશ છે. જીવનની પ્રત્યેક ક્ષણોમાં ગરમ થવાને બદલે નરમ બનવાનો અભિગમ અપનાવવો. દાન-શીલ-તપ અને ભાવ ધર્મની થાય તેટલી આરાધના કર જીવન પોતને ઉજમાળ બનાવવું.

ક્ષમાપનાનું મહાપર્વ સંવત્સરી

જૈન સમાજનાં પાવન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં પ્રથમ સાત દિવસ ગૂ‚ ભગવંતની આરાધના કરવામાં આવે છે. પર્યુષણનાં પ્રથમ સાત દિવસ જૈનો તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઈ, આરતી તથા ભાવના કરી પ્રભુભકિતમાં લીન રહે છે.

પર્યુષણનાં આઠમાં દિવસે જૈનો ક્ષમાયાચના કરી સંવત્સરીની ઉજવણી કરે છે.

જૈન ધર્મના જુદા-જુદા સંપ્રદાયોમાં સંવત્સરી અલગ અલગ દિવસે ઉજવવામાં આવે છે. જેમાં શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથના દિવસે અથવા પાંચમના દિવસે તેમજ સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમના દિવસે સંવત્સરી મનાવવામાં આવે છે. જયારે તેરાપંથ જૈન સમુદાયમાં ભાદરવા સુદ પાંચમ અને દિગંબર જૈન સમાજમાં ભાદરવા સુદ ચૌદશનાં દિવસે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે.

આ પવિત્ર દિને જૈન લોકો પર્યુષણનાં ઉપવાસ તથા વ્રત કરે છે. સાંજે ત્રણ કલાક પ્રતિક્રમણ કરી વર્ષ ભર કરેલા પાપોનું પ્રાર્યશ્ર્ચીત કરે છે. મિચ્છામી દુક્કડમ કરી એક-બીજાની ક્ષમા માંગે છે. જૈન સમુદાયનાં ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પણ ક્ષમાના સાગર હતા. પાપના નિવારણ માટે ક્ષમાપનાથી મોટી બીજી કોઈ ઔષધિ નથી સાચા હૃદયથી માંગેલી માફી સહુ કોઈ સ્વીકારે છે.

પૂ. ધીરગૂરૂ દેવની નિશ્રામાં અઠ્ઠાઈ તપની આરાધના

તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગૂરૂ દેવની નિશ્રામાં ડી.ડબલ્યું.ડી. ફાર્મા વાળા નવીનભાઈ બચુભાઈ દોશીના પુત્રી અને પૂ. મીનાજી મ.સ.ના સંસારી બહેન અ.સૌ. મીતાબેન સમીરભાઈ શેઠ અને પ્રથમવાર ચિ. આદિત્ય એસ. શેઠ અઠ્ઠાઈ તપની આરાધના કરતા કુંદનબેન દોશીએ પોથી પૂજન કરતા સંઘમાં ઉમંગ છવાયો છે.

ક્ષમાપનાનું મહાપર્વ સંવત્સરી

જૈન સમાજનાં પાવન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં પ્રથમ સાત દિવસ ગૂ‚ ભગવંતની આરાધના કરવામાં આવે છે. પર્યુષણનાં પ્રથમ સાત દિવસ જૈનો તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઈ, આરતી તથા ભાવના કરી પ્રભુભકિતમાં લીન રહે છે.

પર્યુષણનાં આઠમાં દિવસે જૈનો ક્ષમાયાચના કરી સંવત્સરીની ઉજવણી કરે છે.

જૈન ધર્મના જુદા-જુદા સંપ્રદાયોમાં સંવત્સરી અલગ અલગ દિવસે ઉજવવામાં આવે છે. જેમાં શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથના દિવસે અથવા પાંચમના દિવસે તેમજ સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમના દિવસે સંવત્સરી મનાવવામાં આવે છે. જયારે તેરાપંથ જૈન સમુદાયમાં ભાદરવા સુદ પાંચમ અને દિગંબર જૈન સમાજમાં ભાદરવા સુદ ચૌદશનાં દિવસે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે.

આ પવિત્ર દિને જૈન લોકો પર્યુષણનાં ઉપવાસ તથા વ્રત કરે છે. સાંજે ત્રણ કલાક પ્રતિક્રમણ કરી વર્ષ ભર કરેલા પાપોનું પ્રાર્યશ્ર્ચીત કરે છે. મિચ્છામી દુક્કડમ કરી એક-બીજાની ક્ષમા માંગે છે. જૈન સમુદાયનાં ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પણ ક્ષમાના સાગર હતા. પાપના નિવારણ માટે ક્ષમાપનાથી મોટી બીજી કોઈ ઔષધિ નથી સાચા હૃદયથી માંગેલી માફી સહુ કોઈ સ્વીકારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.