Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦ હજાર યુવાનો આર્મીમાં જોડાવવા ભાગ લેશે

ફિઝીકલ એકઝામ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના માધ્યમથી યુવાનોની થશે પસંદગી

આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર દ્વારા આગામી તા.૨૬ એપ્રિલ થી ૫મે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લશ્કરી ભરતી મેળાની તૈયારીનો ધમધમાટ શ‚ થઈ ચુકયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ ૪૦ હજાર યુવાનો આર્મીમાં જોડાવવા ભાગ લેનાર છે.

Advertisement

અને આ ૪૦ હજાર યુવાનોમાંથી ૬૦૦ યુવાનોની પસંદગી કરવામાં આવશે. જેમાં ફિઝીકલ એકઝામ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના માધ્યમથી યુવાનોની પસંદગી કરવામાં આવશે. જામનગર આર્મી હેડ કવાર્ટરના કર્નલ આશુતોષ શ્રીવાસ્તવ આ લશ્કરી ભરતી મેળામાં યુવાનોની પસંદગી કરશે. ભરતી મેળામાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર જનરલ ડયુટી ડ્રાઈવર, સોલ્જર ટેકનીકલ, સોલ્જર કલાર્ક, નર્સિંગ આસિસ્ટન્ટ સહિત વિવિધ કેટેગરીમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં સૌરાષ્ટ્ર-કચ્છ, બોટાદ તથા દિવ વિસ્તારના રહેવાસીઓ ભાગ લેનાર છે.

આ ભરતીમેળામાં ફકત એવા જ ઉમેદવારો ભાગ લઈ શકશે કે જેઓએ ઈન્ડિયન આર્મીની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. ભરતી ગ્રાઉન્ડમાં મોબાઈલ લાવવાની સખત મનાઈ છે અને ભરતી પ્રક્રિયા સવારે ૬ વાગ્યે બંધ થઈ જશે તો દરેક ઉમેદવારોએ વહેલા આવવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈપણ ભરતીના સમયે કોઈપણ નશીલા પદાર્થનો ઉપયોગ કરશે તો તેઓને ભરતીમાંથી દુર કરવામાં આવશે. વધુ વિગત માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૫૦૭૩૪ પર સંપર્ક કરવાનો રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.