Abtak Media Google News

સરકારી ગોડાઉનમાં પડેલી ૮.૫ લાખી ૯ લાખ ટન મગફળીની એક જ ભાવે હરરાજી શકય નથી: ગુણવત્તા પ્રમાણે ગોડાઉન મુજબ ભાવ આવે: સોમા

રાજયમાં નાફેડ દ્વારા છેલ્લા બે વર્ષમાં ખરીદવામાં આવેલી મગફળીથી સરકારી અને ખાનગી ગોડાઉનો છલોછલ ભર્યા છે ત્યારે ટેકાના ભાવની ખરીદીમાં થયેલી વ્યાપક ગોલમાલને કારણે આ સરકારી મગફળી પર તેલ મિલરોને ભરોસો ન હોવાથી સરકારી મગફળીનો નિકાલ કરવામાં કેન્દ્ર-રાજય સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળીની ખરીદીમાં ખોટુ થયું હોવાનું ખુલ્લા મને સ્વીકાર્યું હતું તો સામાપક્ષે આ સરકારી મગફળીના સૌથી મોટા ખરીદદાર એવા ‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર ઓઈલ મિલર એસોશીએશનના પ્રમુખે પણ ટેકાના ભાવની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોય સરકારી મગફળી પર ભરોસો ન હોવાનું સ્વીકાર્યું હતું અને મગફળીની કવોલીટીના પ્રમાણમાં ભાવ હોવા જોઈએ કે નહીં કે તમામ મગફળીના એક સરખા ભાવ હોવા જોઈએ તેવું જણાવી સરકારી ગોડાઉનમાં પડેલી મગફળીનો નિકાલ કરવામાં કમ સે કમ છ મહિના જેટલો સમયગાળો નિકળી જાય તેમ હોવાનું સોમા અને નાફેડે જણાવ્યું હતું.

Advertisement

રાજયના સરકારી ગોડાઉનમાં પડેલી મગફળી અંગે ‘અબતક’ દ્વારા નાફેડ અને સોમાના આગેવાનો સાથે વિશેષ વાતચીત કરતા મગફળીને લઈ અનેક મુદ્દાઓ સામે આવ્યા છે. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ૮૩૪ જેટલા ગોડાઉનમાં ૮.૫ થી ૯ લાખ ટન જેટલી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી સેન્ટ્રલ વેર હાઉસ, ગુજરાત વેર હાઉસ અને એપીએમસીના ગોડાઉનમાં પડી છે જેમાં સેન્ટ્રલ વેરહાઉસમાં પડેલી મગફળીનો જથ્થો ઉત્તમ કવોલીટીનો હોવાનું જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે, નાફેડ દ્વારા મગફળીનો નિકાલ ચાલુ જ છે હાલમાં ૨૯૦૦ના ભાવે ૬૦૦૦૦ ટન મગફળીનો નિકાલ ઈ ગયો છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ટેકાના ભાવે ખરીદાયેલી અને હાલમાં ગોડાઉનમાં પડેલી મગફળીનો ત્વરીત નિકાલ કરવા સુચના આપવામાં આવી હોવાનું કબુલતા તેઓ ઉમેરે છે કે, વિશાળ માત્રામાં સરકારી ગોડાઉનમાં પડેલો જથ્થો અઠવાડિયા કે મહિનામાં નિકાલ કરવો અશકય છે. જો કેન્દ્ર-રાજય સરકાર અને નાફેડ ઈચ્છે તો પણ ગોડાઉનમાં પડેલી સરકારી મગફળીનો નિકાલ કરતા છ મહિના જેટલો સમયગાળો નિકળી જાય તેમ છે કારણ કે, ગોડાઉની મીલ કે બજાર સુધી દૈનિક હજારોની સંખ્યામાં ટ્રકોમાં માલ લાદવામાં આવે તો પણ ખાસો એવો સમયગાળો જોઈએ તેમ છે.

વધુમાં વાઘજીભાઈ બોડાએ ઉમેર્યું હતું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના નિકાલ માટે નાફેડ પ્રયત્નશીલ છે પરંતુ એકલુ નાફેડ કહે તેમ મગફળીનો નિકાલ ન થાય કારણ કે નાફેડ કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે અને નાફેડ દ્વારા ખરીદાયેલો કોઈપણ જથ્થો નિકાલ કરવા માટે એક ખાસ કમીટી બનાવવામાં આવેલ છે જેમાં જુદા જુદા વિભાગના સેક્રેટરી નકકી કરે તે મુજબ નિર્ણય લેવાતો હોય છે ગુજરાત સરકાર દ્વારા નાફેડને સરકારી મગફળીનો નિકાલ કરવા જણાવાયુ છે પરંતુ આ કમીટી નિર્ણય કરે ત્યારબાદ જ સરકારી મગફળીનો નિકાલ શકય બનશે આજે નાફેડ અને કમીટીની મહત્વપૂર્ણ મિટીંગ મળી રહી છે જેમાં કમીટીમાં શું નકકી થાય છે તે મુજબ સરકારી મગફળીનો નિકાલ કરવાની માર્ગદર્શીકા નકકી થશે.

ઉલ્લેખનીય છે કે, નાફેડ છેલ્લા ઘણા વર્ષોથી ખોટમાં ગરક થયું હતું અને છેલ્લા ત્રણ વર્ષી નાફેડ સતત પોતાની છબી સુધારી રહ્યું છે અને હાલમાં નાફેડ ૧૩૮ કરોડના નફા સાથે ખોટના ખાડામાંથી બહાર આવી ગઈ હોવાનું જણાવતા નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ જણાવ્યું હતું કે, જો મિલરો દ્વારા મગફળીનો જથ્થો નહીં ખરીદવામાં આવે તો આવનારા દિવસોમાં નાફેડ દ્વારા આ મગફળીનું પીલાણ કરી

સરકારી યોજનાઓ અને જાહેર વિતરણ વ્યવસ મારફતે તેલનું વેંચાણ કરવામાં આવશે.સરકારી મગફળીના નિકાલ અંગે ચિંતા વ્યકત કરતા વાઘજીભાઈ બોડાએ કહ્યું હતું કે, નાફેડ પણ ઈચ્છે છે કે છેલ્લા બે વર્ષી ગોડાઉનમાં પડેલી મગફળીનો સત્વરે નિકાલ થાય આ માટે નાફેડ દ્વારા ટેન્ડર પ્રક્રિયાના નિતી-નિયમોમાં ફેરફાર કરી દેવાયો છે અગાઉ ટેન્ડરમાં મીનીમમ ૧૦૦૦૦ ટન મગફળી ખરીદીનો નિયમ હતો જેમાં સુધારો કરી તેલ મિલરો કે અન્ય વેપારી ૫૦૦૦ ટન મગફળી ખરીદી શકે તેવો ફેરફાર કરાયો છે જો કે મિલરો દ્વારા ટેન્ડર ડિપોઝીટની રકમ ઘટાડવાની માગણી કરવામાં આવી છે પરંતુ આ માગણી કેન્દ્ર સરકાર જ સુધારી શકે તેમ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

ટેકાના ભાવની મગફળીમાં ગેરરીતિ અંગેના સવાલોનો જવાબ આપતા વાઘજીભાઈ બોડાએ સ્વીકાર્યું હતું કે, હા ચોક્કસપણે કેટલાક કિસ્સામાં ગેરરીતિ થઈ છે પરંતુ આ માટે કેન્દ્ર સરકાર કે નાફેડ નહીં પરંતુ રાજય સરકારની નીતિ જવાબદાર છે. કારણ કે, રાજય સરકારે આ વર્ષે કેટલીક દૂધ મંડળીઓ, દૂધની ડેરી, કોટન ખરીદી સેન્ટર અને એપીએમસી જેવી સંસઓને ખરીદીની જવાબદારી સોંપતા આ પ્રશ્ન સર્જાયો છે અને જયાં જયાં આવી ખરીદી થઈ છે તેવા સ્ળોએ જ ગેરરીતિ થઈ હોવાનો તેઓએ સ્વીકાર કરી કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વેર હાઉસમાં પડેલા જથ્થાંમાં કયાંય પણ નબળી ગુણવત્તાનો માલ કે અન્ય ભેળસેળ ન હોવાનું તેઓએ ખુલ્લા મને સ્વીકાર્યું હતું.

જો કે સામાપક્ષે વાઘજીભાઈ બોડાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવની તમામ સરકારી મગફળી હલકી ગુણવત્તાની ની નાફેડ દ્વારા તેલ મિલરોને મગફળીની ખરીદી પૂર્વે સેમ્પલ લેવા તેમજ ઉતારા કાઢવાની પણ છુટ આપી પારદર્શક નીતિ અપનાવી હોવાનું જણાવી વહેલામાં વહેલી તકે મગફળીનો નિકાલ કરવામાં આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

મગફળી નિકાલમાં સરકારની ઉતાવળ આફત બનશે: સોમા

2 62બજારમાં ૬૦૦ થી ૭૨૫ રૂપિયા પ્રતિ મણનાં ભાવે વેંચાતી મગફળીના ભાવ જો હજુ તૂટે તો ખેડૂતો મગફળી નહીં વાવે

ગુજરાત સરકાર માટે માાનો દુ:ખાવો બનેલ સરકારી મગફળીના નિકાલમાં ઈ રહેલી ઉતાવળ આવનારા દિવસોમાં ગુજરાત સરકાર માટે જ આફત બનશે તેવી આગમવાણી સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે કરી છે. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં ખુલ્લા બજારમાં ખેડૂતોની મગફળી ૬૦૦ થી ૭૨૫ના ભાવે વેંચાણ થઈ રહી છે ત્યારે જો સરકાર બમ્પર સ્ટોપ વેંચાણ માટે કાઢશે તો આ ભાવ પણ તૂટશે અને ખેડૂતોને નફો તો ઠીક મગફળી વાવેતરનું વળતર પણ નહીં મળે અને જો આને આ સ્થિતિ રહે તો આગામી ખરીફ સીઝનમાં ખેડૂતો મગફળીના વાવેતરી વિમુખ શે અને સરકારની બદનામી થશે અને આ તમામ પરિણામો સરકારને જ ભોગવવા પડશે.

સરકારી મગફળી વિશે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.નો પ્રતિભાવ જાણવા ‘અબતક’એ સોમા પ્રમુખ સમિરભાઈ શાહની મુલાકાત લેતા તેઓએ કેટલીક ચોંકાવનારી અને આશ્ર્ચર્યજનક બાબતો જણાવતા કહ્યું હતું કે, રાજયમાં મગફળીનો બમ્પર સ્ટોક પડયો છે અને સીંગતેલ ખાનારો વર્ગ ઘટયો છે ત્યારે આ બધી પરિસ્થિતિ માટે ગુજરાત સરકાર જ જવાબદાર છે કારણ કે વર્ષ ૨૦૧૬ી સોમા દ્વારા રાજય સરકારને સતત રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર સીંગતેલ અંગે જાગૃતિ લાવે, આજે વિદેશમાં મગફળીનો વપરાશ વધ્યો છે, સીંગદાણા, પી-નટ બટર સહિતની જુદી જુદી અનેક વેરાયઈટીઓ કે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉત્તમ ગણવામાં આવે છે એથી તદન ઉલ્ટુ અહીં ઘર આંગણે પાકતી અમૃત જેવી મગફળી વિશે તબીબોએ ફેલાવેલી ગેરમાન્યતાના પાપે લોકો દિન પ્રતિદિન સીંગતેલ અને સીંગદાણાી વિમુખ થઈ રહ્યાં હોય સરકાર સત્વરે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે.

‘સોમા’ પ્રમુખ સમિરભાઈ શાહ પણ કબૂલ કરે છે કે, રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં યેલી મગફળીની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિ થઈ છે જો કે તમામ ગોડાઉનમાં નબળી ગુણવત્તાની મગફળી ની પરંતુ અનેક ગોડાઉનમાં મગફળીમાં ભેળસેળવાળો કે હલકી કક્ષાનો માલ પડયો છે આ સંજોગોમાં જો સરકાર નબળી ગુણવત્તાવાળા ગોડાઉનનો જથ્થો વહેલાસર નિકાલ કરે અને ઉચ્ચી ગુણવત્તાવાળી મગફળીનું ક્રમશ: નિકાલ કરે તો બજારમાં બેલેન્સ પણ જળવાઈ રહેશે અને સરકારની ચિંતા પણ દૂર થશે.

સરકારી મગફળી નિકાલમાં સરકારની ઉતાવળ સરકારને જ ભારે પડે તેમ હોવાનું જણાવતા સમિરભાઈ કહે છે કે, હાલમાં સનિક બજારોમાં પ્રતિ મણ મગફળી ૬૦૦ થી ૭૨૫ના ભાવે વેંચાઈ રહી છે. જો કે આ ભાવ પણ ખેડૂતો માટે પોષણક્ષમ ન હોવાનું ઉમેરતા તેઓ કહે છે કે, જો સરકાર ઉતાવળે એક સો મગફળીનો જથ્થો માર્કેટમાં ઠાલવશે તો હયાત ભાવમાં પણ કડાકો બોલશે અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળશે. વળી સતત નીચા જતા ભાવના કારણે આગામી ખરીફ સીઝનમાં મગફળીના વાવેતરી વિમુખ શે પરિણામે આવનારા દિવસોમાં મગફળીની અછત પણ સર્જાઈ શકે તેમ હોવાની લાલબતી તેઓએ દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારી ગોડાઉનમાં ૮.૫ થી ૯ લાખ ટન મગફળીનો જથ્થો પડયો છે. આ ઉપરાંત તેલ મિલરો પાસેી પણ ૧ થી ૧.૫ લાખ ટન મગફળી પડી છે એ ઉપરાંત ખેડૂતો પાસે હજુ પણ ૬૦ થી ૭૦ હજાર ટન મગફળીનો જથ્થો હોય કુલ મળી રાજયમાં ૧૭ થી ૧૮ લાખ ટન મગફળીનો બમ્બર સ્ટોક હયાત છે ત્યારે સરકારે એક સો મગફળીનો નિકાલ નહીં કરતા કટકે-કટકે મગફળીનો નિકાલ કરે તો ખેડૂતોને નુકશાન ન જવાની સાથે સરકારને પણ ઓછુ નુકશાન જાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

નાફેડ એક લાખ ટન મગફળીનું પિલાણ કરી સસ્તા અનાજ યોજનામાં સીંગતેલ વેંચશે

3 52સરકારી મગફળીના નિકાલના પ્રશ્નનો ઉકેલ આપતા નાફેડના ચેરમેન વાઘજીભાઈએ જણાવ્યું હતું કે, સરકારી મગફળીના મિલરો દ્વારા નીચા ભાવ ભરવામાં આવતા તેના ઉકેલ માટે નાફેડે એક લાખ ટન મગફળીનું પિલાણ કરી આ પિલાણમાંથી ઉત્પાદિત સીંગતેલને ગુજરાત સરકારની ફેરપ્રાઈઝ શોપ પરી ગરીબ બીપીએલ તેમજ અંત્યોદય યોજનાના કાર્ડ ધારકોને રાહતભાવે સીંગતેલ આપવા નકકી કર્યું છે અને સરકારે આ યોજનાને લીલીઝંડી આપી દીધી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જેથી આગામી જન્માષ્ટમી પર્વે ગરીબોને પણ સીંગતેલનો સ્વાદ ચાખવા મળશે.

મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને મુઠી-મુઠી સિંગદાણા આપો: સોમા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કુપોષિત બાળકોને સ્વસ્ બનાવવા માટે મગફળીના દાણા રામબાણ ઈલાજ હોવાનું જણાવી સોમા પ્રમુખ સમીરભાઈએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં બાળકોને એક એક મુઠી સીંગદાણા નાસ્તામાં આપવામાં આવે તો પ્રોટીન, વિટામીની ભરપુર ખોરાક મળતા બાળકોનો સર્વાંગી વિકાસ શે સાો સા મગફળીની ખપત વધતા ખેડૂતોને તેનો સીધો જ લાભ મળશે.

દેશમાં વાર્ષિક ૨૧૦ થી ૨૧૪ લાખ ટન ખાદ્ય તેલનો વપરાશ: સીંગતેલનો હિસ્સો ફકત ૨ થી ૨.૫ ટકા

સરકારી મગફળીનો નિકાલ ગુજરાત અને કેન્દ્ર સરકાર માટે મહત્વનો પ્રશ્ર્ન સાબીત ઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં વાર્ષિક ૨૧૦ થી ૨૧૪ લાખ ટન ખાદ્ય તેલ વપરાતું હોવાનું અને વાર્ષિક ૧૫૦ ટની વધુ ખાદ્ય તેલ વિદેશી આયાત કરવું પડે છે. ત્યારે જો સીંગતેલના વપરાશને પ્રાધાન્ય આપી સરકાર લોક જાગૃતિ લાવે તો વિદેશી આયાત તા તેલમાં મોટાપાયે ઘટાડો શે અને સામાપક્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદીત મગફળીની કિંમતમાં પણ વધારો તાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.