Abtak Media Google News

પોલીસ સ્ટેશનમા ડીટેઇન વાહનોના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ થયાનો ભાંડો ફૂટયો: તપાસની માંગ

અમરેલી પંથકમાં ખનીજ ચોરીનું મહાકૌભાંડ અંગે વારંવાર ફરીયાદો ઉઠતી રહી છે, ખનીજ માફીયા તંત્રની આંખે પાટા બાંધવાના નવા નવા કીમયા અજમાવતા રહે છે. પોલીસમાં ડીટેઇન વાહનોના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ થતા હોવાના પુરાવા પછીની ફરીયાદે ભારે ખળભળાટ મચી ગયો છે.

અમરેલી ભુસ્તર શાસ્ત્રી વિજ્ઞાન અને ખનીજ વિભાગને લેખીત ફરીયાદ કરી અમરેલીના રમેશભાઇ શાઁતિભાઇ ધાનાણી એ ફરીયાદ કરી છે કે અમરેલી ખનીજ ખાતા કચેરી દ્વારા ઇશ્ર્વરીયા અને રાથસ્થળીએ રેતીની લીઝ નોંધવામાં આવીછે. આ લીઝ ધારકો દ્વારા શેત્રુજી નદી માંથી રેતી  ઉપાડવા માટે જે પાસ ઇશ્યુ કરવામાં આવે છે. તે વાહનો અમરેલી પોલીસ મથકના ડીટેઇન કરાવેલ છે.  અમરેલી એલસીબી દ્વારા ડીટેઇન ડમ્પરો પર કેસ ચાલી છે આવી ગાડીઓ ના નામે પાસ ઇશ્યુ કરવાનુઁ બહાર આવ્યું છે.

આ અંગે તપાસ કરી કૌભાંડકારો સામે પગલા ભરવા માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.