Abtak Media Google News

ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં ખનીજ માફીયા પર તંત્રની ધોંસ: ૧ કરોડની કિંમતના ૧૦ ટ્રક સહિતનો મુદામાલ કબ્જે

ખનીજ માફીયા લકઝરીયસ કારમાં સવાર થઈને રેતી ચોરી સાથે પસાર થતા ટ્રકનું પાયલોટીંગ કરતા હોવાનું ખુલ્યું

ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં ભૂ માફીયાઓ માટે ખનીજ ચોરી સ્વર્ગ સમાન છે. આ વિસ્તારમાં ભાદર, વેણુ અને મોજ જેવી ત્રણ મોટી નદી આવતા આ વિસ્તારમાં રેતી ખનીજ નો પુષ્કળ પ્રમાણમાં જથ્થો હોવાથી ભૂ માફીયાઓ માટે  વગર લીઝે રેતી કાઢી દેશની સંપતિને કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડી રહ્યા છે. તંત્રની મીઠી નજર નીચે માથાભારે શખ્સો છેલ્લા પાંચ વર્ષ થયા રેતીની ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. આવી અનેક ફરીયાદો બાદ ગઇકાલે કલેકટરની કડક આદેશ કરતા નાયબ કલેકટર, નાયબ પોલીસ વડાની આગેવાનીમાં ચેકીંગ કરતા આઠ ટ્રક ઓવર લોડીંગ રેતી ભરેલા તેમજ રોયલ્ટી ભરયા વગર તેમજ બે ટ્રક અન્ય વાહનોના મોબાઇલ દ્વારા પ્રોટેશન પાડી રહ્યાનું જણાઇ આવતા કુલ ૧૦ ટ્રક મળી એક કરોડ અઢાર લાખનો મુદામાલ કબજો કરાયો હતો.

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્પા મોહન તેમજ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની કડક આદેશથી ધોરાજીના નાયબ કલેકટર તથા જેતપુરના નાયર જીલ્લા પોલીસ વડા, ધોરાજી, ઉપલેટા, મામલતદાર, પોલીસના સંયુકત ટીમ સાથે ખનીજ ચોરો ઉ૫ર ગતરાત્રે તવાઇ ઉતારતા ધોરાજી તાલુકાના ભોલ ગામડા રોડ ઉપલેટામાં જુનો પોરબંદર રોડ આવેલ રેતી વોરા પ્લાન તથા વરજાંગ જાવીયા અને નાગવદર રોડ ઉપર આકસ્મીત ચેકીંગ હાથ ધરતા ૧૦ જેટલા ટ્રકોમાં નિયમ વિરૂઘ્ધ સમય કરતા પહેલાની રોયલ્ટીની પહોંચ, ઓવર લોડીંગ રેતી ભરવી સહિત નિયમ વિરુઘ્ધ તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર અને ખનીજ ખાતાના વાહનોના ગુપ્ત પેટ્રોલીંગ કરતા બે ટ્રકના ડ્રાઇવરોના એન્ડોઇ મોબાઇલમાંથી ખનીજ ચોરોને બાતમી આપવી અધિકારીઓને ફરજમાં રૂકાવત કરવી કાયદો વ્યવસ્થા ખોરંભાય તેવી પ્રવૃતિ કરતા ટ્રક નંબર

જીજે ૦પ ઝેડઝેડ ૫૬૯૭ માં ૧૩ ટન રેતી કિંમત  રૂા ૯,૮૩,૨૨૫/-, જીજે ૦૧૦ એકસ ૯૯૯૧ માં ર૭ ટન રેતી કિંમત રૂ. ૨૦,૬૯,૬૦૦/-, જીજે ર વાયકયુ ૭૪૭૫ માં ૩૭ ટન રેતી કિંમત રૂ. ૧૦,૧૮,૨૦૦/- જીજે ૧ર એટી ૫૭૨૮ માં ૭ ટન રેતી કિંમત રૂ. ૧૦,૧૮,૨૦૦/-, જીજે ૦૩ બીડબલ્યુ ૫૩૧૩ માં ૩૩ ટન રેતી કિંમત રૂા. ૨૨,૮૩,૪૨૫/-, જીજે ૦પ એવી ૭૫૮૯ માં ૯ ટન રેતી કિંમત રૂા. ૮,૨૩,૮૨૫/-, જીજે ૦પ એવી ૮૫૬૮ માં રર ટન રેતી કિંમત રૂ. ૧૦,૫૬,૮૫૭/-, સહીત આ ટ્રેકને કુલ એક રોડ અઢાર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તથા મોબાઇલ મારફત ખનીજ ચોરોને માહીતી આપી રહેલા જીજે ૧૧ એકસ ૮૧૦૮ તથા જીજે ૦૩ એઝેડ ૭૦૦૭ બે ટ્રક સાથે કુલ ૧૦ ટ્રકો ને પકડી પાડયા હતા. આ કામગીરીમાં ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી. મિયાણી, નાયબ પોલીસ વડા સાગર બાગમર, ઉપલેટાના મામલતદાર જી.એમ. મહાવદિયા ધોરાજીના મામલતદાર જોલાપરા તેમજ રેન્વયુ વિભાગ સ્થાનીક પોલીસ વિભાગ સાથે જોડાયો હતો.

કયા કયા ખનીજ ચોરી થાય છે

નાગવદર ગામે સ્મશાનની પાછળથી ચાલુ કરીને છેક ગધેપરની સીમ જમીન સુધી વેણુ નદીમાં બે ફામ ખનીજ ચોરી, ડુમિયાણી ગામે ના પાછળના ભાગમાં ભાદર નદીમાંથી માથાભારે શખ્સો દ્વારા બે ફામ ખનીજ ચોરી તથા સુપેડી ગામે રાપધરાના પુલની આગળ ભાદર નદીમાં બે ફાર્મ ખનીજ ચોરી થઇ રહી છે.

ઉપલેટા વિસ્તારમાં ૧૩ જેટલી લીઝ માન્યતા ધરાવે છે

આ વિસ્તારમાં મેખા ટીંબી-૧ નિલાખા-૧, તલેગણા-ર,  ઇશરા-૧, સમઢીયાળા-૧ ઉપલેટા-ર, ચિખલીયા ર ભોળા, ભોલ ગામડા ૧ મળી કુલ ૧૩ જેટલી લીર્ઝને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે.

અધિકારીઓના આંંખ આડા કાન

ખનીજ ખાતા સહિતના સ્થાનીક વિવિધ કચેરીના અધિકારીઓ જયારે ચેકીંગમાં જાય છે ત્યારે જયા ખનીજ ચોરી થાય છે. તે નાગવદર ગામે જુના ગાયત્રી મંદિરના પાછળના ભાગમાં રેતીના સતા નજરે પડે છે. જયારે ડુમિયાણી ગામે આશ્રમ શાળાની પાછળના ની ખરાબા જમીનમાં ગેર કાયદેસર રેતીના ઢગલા જોવા મળે છે. જયારે સુપેડી ગામે રાપવરાના પુલ પાસે થી આગળ જતા ભાદર નદીના કાંઠા વિસ્તારમાં ઠેર ઠેર ઢગલા જોવા મળે છે તે કેમ અધિકારીઓને દેખાતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.