Abtak Media Google News

૨૦૧૧થી જ કાયદેસરતાની વિચારણાને ૨૦૧૮ થી અમલી બનાવાશે

સરકાર દ્વારા એક જ પ્રોડકટના અલગ-અલગ ભાવ વસુલી સામે ગ્રાહકોને રાહત અપાવવા માટે એરપોર્ટ, મોલ્સ અને સિનેમા જેવા જાહેર-સ્થળો પર એમઆરપીથી વધુ ભાવ ન વસુલી શકાય તે માટે આગામી જાન્યુઆરીથી કાયદેસરતા લાવવાનું એલાન કરવામાં આવ્યું છે.

આ અંગેના નિયમોને કાયદેસરતા આપવા માટે ૨૦૧૧ થી જ વિચારણા થઈ રહી હતી. જેની અસર હેઠળ ૧ જાન્યુઆરી ૨૦૧૮ થી ઉત્પાદકોને અમલી બનાવાશે. જેથી તેમને કોઈ ફરિયાદ હોય તો નિવારવા માટે સમય મળી રહે તેવું અધિકારીતા સ્થાપવા માટે જવાબદાર સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉપભોકતા વિભાગ દ્વારા આ દ્રષ્ટિકોણ દ્વારા લાંબાગાળે ક્ષમતા સ્થાપવામાં આવશે. આ માટેની નીતિમતા માટે સ્ટોક હોલ્ડર ક્ધસલટેશન સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કે જેના દ્વારા ગ્રાહકોને રક્ષણ મળી રહે પરંતુ તેની સામે આ ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકોને પણ સાંભળીને ક્ષમતા સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ નિયમ અંતર્ગત કોઈપણ વ્યકિત દ્વારા કાયદેસર રીતે અલગ-અલગ એમ.આર.પી. પ્રિ-પેકીંગ દ્વારા નહીં છાપી શકાય. તેવું ગ્રાહકોને સુરક્ષાના હેતુથી નકકી કરવામાં આવ્યું છે. આ અંગે ગ્રાહકો દ્વારા અલગ-અલગ એમઆરપી છાપેલી જોવા મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી હોય. સિનેમા હોલ, એરપોર્ટ, મોલ વગેરેને પણ આ નિયમ હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.