Abtak Media Google News
  • આજે આંતરરાષ્ટ્રીય માછલી સ્થળાંતર દિવસ

પાણીમાં રહેતું આ પ્રાણી નાના ખાબોચિયાથી લઇને મોટા મહાસાગરોમાં જોવા મળે છે: દુનિયામાં માછલીની 31500 પ્રજાતિઓ જેમાં નાની ઢાંકણીના આકારથી લઇને મોટા જહાજોના કદની જોવા મળે છે: આ વર્ષની થીમ: મુકત પ્રવાહ

ભારત વિશ્ર્વમાં માછલીનું બીજા સૌથી મોટું ઉત્પાદક છે: પ્રવર્તમાન મત્સ્યોદ્યોગ ક્ષેત્રને સૂર્યોદય ક્ષેત્ર તરીકે ઓળખાય છે, કારણ કે છેલ્લા 8 વર્ષમાં 10.87 ટકાનો વાર્ષિક વિકાસ દર હાંસલ કર્યો છે: દેશમાં ત્રણ કરોડથી વધુ લોકોની આજીવિકા મત્સ્યોદ્યોગ પર નિર્ભર છે

આ પૃથ્વી પર માનવ વસ્તીની સાથે કરોડો જીવસૃષ્ટિ પણ જીવી રહી છે, ત્યારે તેની રોચક દુનિયા વિશે જાણીને આપણી ઇકો સિસ્ટમને મજબૂત બનાવીને તેના પર્યાવરણ – રક્ષણ અને સંવર્ધન બાબતે વિચારવું પડશે, રોચક જીવસૃષ્ટિની જીવન યાત્રામાં તેના સ્થળાંતરની ઘણી વાતોથી આપણે સાવ અજાણી છીએ. પક્ષીઓ પ્રજનન, ખોરાક, હવામાનને કારણે એક દેશમાંથી બીજા દેશમાં કામ ચલાવ માઇગ્રેશન કરે છે, તેવી જ રીતે પાણીમાં રહેતી નાની મોટી માછલીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. દર બે વર્ષે ઉજવાતો આ દિવસ 2014 થી ઉજવાય છે. પાણીમાં રહેતું આ પ્રાણી નાના ખાબોચિયાથી લઇને મોટા મહાસાગરોમાં જોવા મળે છે. દુનિયામાં માછલીની 31પ00 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં નાની ટાંકણીના આકારથી લઇને મોટા જહાજોના કદની જોવા મળે છે. આ વર્ષની ઉજવણી થીમ મુકત પ્રવાહ છે.

આજે વિશ્ર્વ માછલી સ્થળાંતર દિવસે એક વાત આપણાં ગુજરાત માટે ગૌરવરૂપ છે, જેમાં વિશ્ર્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્કનું ગુજરાત પિયર ગણાય છે. શાર્ક માછલીને ગુજરાતની દીકરી ગણવામાં આવે છે, તે ગુજરાતના દરિયામાં ઇંડા મુકવા આવે છે. આપણાં દરિયા કિનારાનું તાપમાન તેમને માફક આવે છે, છેલ્લા બે દાયકામાં 900 થી વધુ શાર્ક માછીમારોની જાળમાં ફસાઇ હતી. આ દિવસ મુકત વહેતી નદીઓ અને સ્થળાંતરીત માછલીઓની જરુરીયાત વિશે જાગૃતિ લાવવાનો છે. સ્થળાંતરીત માછલીઓ અન્ય પ્રજાતિઓની જેમ ખાદ્ય શૃંખલામાં મહત્વની કડી છે. આ સ્થળાંતર યાત્રામાં માછલી ઘણા જોખમોનો સામનો પણ કરે છે. આ બાબતે જાગૃતિ લાવીને આપણે સ્વસ્થ અને ઉત્પાદક નદી પ્રણાલીઓને પુન: સ્થાપિત કરવાની જરૂર છે.ઘણી માછલીઓ પ્રજનન, ખોરાક અને તેમના જીવનચક્રને પૂર્ણ કરવા સ્થળાંતર કરવાની જરુર પડે છે. તેઓ ખાદ્ય શૃંખલામાં નિર્ણાયક કડી છે, અને તંદુરસ્ત અને ઉત્પાદક નદીઓની પ્રણાલીમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ વિશ્ર્વભરનાં લાખો લોકોની આજીવિકા માટે મહત્વનો રોલ અદા કરે છે. માછલીઓ  સાંસ્કૃતિક, આર્થિક અને મનોરંજન રીતે મહત્વપૂર્ણ છે, પણ આજના પ્રદુષણ અને ગ્લોબલ વોમિંગની સમસ્યામાં તે ઘણા પડકારોનો સામનો કરી રહી છે. માછલીઓની સ્થળાંતરને પુન: સ્થાપિત કરવા તંદુરસ્ત નદીઓ પુન: પ્રાપ્ત કરવા અને ભાવિ અઘોગતિ અને પ્રજાતિઓની લુપ્તતાને રોકવા માટે ઉકેલો અને યોજનાઓમાં સહિયારી ભાગીદારી આવશ્યક છે. આ બાબતની જાગૃતિ લાવવા માટે જ દર બે વર્ષે આજનો દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવણી થાય છે.

સ્થળાંતરીત માછલીઓની દુનિયાની રોચક માહીતી જાણવા મળી છે. તે જીવન ચક્રને પૂર્ણ કરવા, જીવન સાથી અને ખોરાક લેવા, ઇંડા મૂકવા, ઠંડા પાણીમાંથી ગરમ પાણી તરફ દરરોજ,માસિક કે વાર્ષિક ટુંકા કે લાંબા અંતરે તરીને સ્થળાંતર કરે છે. સેલ્મોન માછલી તે જ નદીમાં સ્થળાંતર કરીને એ જ નદીમાં જન્મે છે, તો તાજા પાણીની ઇલ સમુદ્રમાં જન્મે છે, પણ નદીઓમાં જીવન પસાર કરવા ફરી સ્થળાંતર કરે છે. આપણે આવનારી પેઢીઓ માટે આ પ્રજાતિઓનું અસ્તિત્વ નકકી કરવાની જરુર છે, પણ ઘણીવાર આપણે નાનકડી માછલીઓ બાબત યોગ્ય ઘ્યાન દેતા નથી.

આપણી મુખ્ય ઇકો સિસ્ટમમાં સ્થળાંતરીત  માછલીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્ય નદીઓમાં વિવિધ પ્રકારના જળચર પ્રજાતિઓનું ઘર છે, જેમાં તાજા પાણીની અને ડ્રાયડોમસ માછલીને બંનેનો સમાવેશ થાય છે. તે તેમના જીવન ચક્ર દરમ્યાન મીઠા પાણી અને ખારા પાણીની વાતાવરણ વચ્ચે સ્થળાંતર કરે છે. જેમાં એટલાન્ટિક સેલ્મોન, એલેવાઇફ, અમેરિકન શેડ અને રેઇનબો સ્મેલ્ટનો સમાવેશ થાય છે. ખોરાકના ભાગ, ચક્ર પોષક તત્વો અને ઉર્જાનું નિયમન કરવા અને ઇકોસિસ્ટમને સ્થિરતાનો ટેકો આપવા માછલીઓનું અસ્તિત્વ જરુરી તે આપણી ઇકો સિસ્ટમના લાભો ઉપરાંત અન્ય ઘણા કારણો છે કે તમારે આ માછલીની કાળજી લેવી જોઇએ.આપણાં સાંસ્કૃતિક વારસા અને અર્થતંત્રના અભિન્ન ઘટકો પણ છે. સ્વદેશી લોકો અને પ્રારંભિક વસાહતીઓ ખોરાક, વેપાર અને લોકકથાઓ માટે સ્થળાંતરીત માછલીઓની પ્રજાતિઓ ઉપર આધાર રાખતા હતા, તેઓએ પેઢી દર પેઢી સુધી પરંપરાગત માછીમારી પ્રથાઓ, વાર્તાઓ અને મૂલ્યો પસાર કર્યા છે, ડ્રાય ડોમલ માછલીઓ વ્યાપારી અને મનોરંજન મત્સ્યોદ્યોગને પણ ટેકો આપે છે. આ ઉદ્યોગ  દરિયા કાંઠાના સમુદાયો, મુલાકાતીઓ માટે નોકરી, આવક, પ્રવાસન અને આર્થિક તકો પૂરી પાડે છે. આવી માછલીઓને ટેકો આપવા માટે વસવાટની ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આપણાં ગુજરાતનાં વેરાવળ, પોરબંદર જેવા દરિયા કિનારે માછીમારીનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલે છે, જેમાં લાખો લોકોને રોજીરોટી મળી રહી છે.

1970 થી 2020 વચ્ચે તાજા પાણીની સ્થળાંતરીત વસતી કદમાં 81 ટકા ઘટાડો થયો

લેટીન અમેરિકા, કેરેબિયન અને યુરોપ જેવા દેશોમાં 1970 થી 2020 વચ્ચે તાજા પાણીની સ્થળાંતર રીત માછલીઓના મોનીટરીંગ જાણવા મળ્યું છે કે આવી માછલીના વસ્તી કદમાં 81 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રકારની માછલીઓ પડકારોનો સામનો કરે છે. જેમ કે આ આબોહવા પરિવર્તન સાથે તેને ગરમ પાણીમાં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. નદી કિનારે વૃક્ષો વાવવાથી પાણીનું તાપમાન ઘટાડી શકાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.