Abtak Media Google News

રાજકોટ:યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગોંડલના વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યું

ત્યક્તા પર પ્રેમીનો અવાર નવાર બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનો આક્ષેપ

રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી ઇસમે દુષ્કર્મ આચર્યું હતું, રાજકોટમાં રહેતી 22 વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા મહમદ અખ્તર ડેલાનું નામ આપ્યું હતું, યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને પોતે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં મહમદ ડેલાનો સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા.

મહમદ ડેલા ગોંડલ રહેતો હતો અને રાજકોટમાં નોકરી કરતો હતો, એક દિવસ મહમદે મળવાના બહાને યુવતીને શહેરની એક હોટેલમાં બોલાવી હતી, મળવા માટે ગયેલી યુવતીને કડવો અનુભવ થયો હતો અને મહમદ ડેલાએ બળજબરી કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ આ અંગે કોઇને કહીશ તો તને અને તારા પરિવારજનોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

મહમદ ડેલાની માગ વધતી જતાં કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને આપવિતી વર્ણવી હતી, અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ મહમદ ડેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

જયારે બીજા બન્સવમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા શખ્સે ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ત્યક્તાને હોટેલ અને પોતાના ઘરે બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું, અંતે લગ્ન કરવાની ના કહી ત્યક્તાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

શહેરમાં સેન્ટ્રલ જેલ પાછળ એકલી રહેતી 24 વર્ષની ત્યક્તાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાધીગ્રામ-6માં રહેતા કશ્યપ રાજુભાઇ સોલંકીનું નામ આપ્યું હતું, ત્યક્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા અને તેનાથી સંતાનમાં પુત્રની પ્રાપ્તી થઇ હતી જે પાંચ વર્ષની વયનો છે, પતિ સાથે મનમેળ નહીં થતાં બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા અને પુત્ર પતિ સાથે રહે છે.

ત્યક્તા એકલી રહે છે અને બ્યૂટીપાર્લરનું કામ કરે છે, બે વર્ષ પહેલા રૈયા ચોકડીએ ત્યક્તા હતી ત્યારે તેનો પરિચય કશ્યપ સોલંકી સાથે થયો હતો અને બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વાતચીત કરતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, ત્યક્તાએ પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને તેનો પુત્ર પૂર્વ પતિ પાસે હોવાની તમામ વાત કરતા કશ્યપ સોલંકીએ પોતે લગ્ન કરશે તેવી વાત કરી ત્યક્તાને પોતાની જાળમાં ફસાવી હતી અને સદરમાં આવેલી હોટેલમાં મળવા માટે બોલાવ્યા બાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, ત્યારબાદ અનેક વખત હોટેલમાં બોલાવી શારીરિક બળજબરી આચરતો હતો, બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલમાં પણ ત્યકતાને લઇ જઇ ત્યાં શરીર સંબંધ બાંધ્યા હતા.

એકાદ વર્ષ પહેલા કશ્યપને અકસ્માત નડ્યો હતો અને તેમાં તેને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી ત્યારે તેની સેવા માટે ત્યક્તાને પોતાના ઘરે બોલાવી હતી અને કશ્યપના પ્રેમસંબંધ અંગે તેના પિતા રાજુભાઇ તથા માતા શોભનાબેનને પણ જાણ હતી અને પોતાના ઘરે પણ ત્યક્તા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગત તા.9 નવેમ્બરે ત્યક્તાને એક હોટેલમાં બોલાવી ત્યાં શારીરિક બળજબરી કરી હતી, ત્યક્તાએ લગ્નની વાત કરતાં

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.