Abtak Media Google News

સરદાર વલ્લભભાઈ પટેલના એકતાની વિચારધારાને સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય કક્ષાએ પ્રસરાવશે

ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાના વિચારધારા ગામેગામ ફેલાવવા એકતા યાત્રાનું સમગ્ર રાજયમાં આયોજન કરવામાં આવેલ છે. જે અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર એકતાયાત્રાના ને તા.૨૦મી નવેમ્બર-૨૦૧૮ના રોજ મેડીકલ હોલ જી.આઇ.ડી.સી. સુરેન્દ્રનગર ખાતેથી સવારે ૯.૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા લીલીઝંડી આપી પ્રસન કરાવશે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં  તા.૨૦ ઓકટોબર થી તા.૨૯ ઓકટોબર અને તા.૧૨ નવેમ્બર થી તા.૨૧ નવેમ્બર એમ બે તબકકામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વીસ દિવસ ચાલનારી આ એકતા યાત્રા માટે બે  તૈયાર કરવામાં આવશે જે જિલ્લાના વિવિધ ગામોમાં ફરશે. આ રમાં જિલ્લાના ૩૬૦ જેટલા ગામોમાં ફરી લગભગ ૬૦ ટકા ગામો આવરી લેશે.

પ્રથમ તબકકામાં ૫૦ ટકા ગામો અને બીજા તબકકામાં ૫૦ ટકા ગામોમાં આ ર ફેરવવામાં આવશે. દિવસ દરમ્યાન એક  દશ ગામોમાં ફરશે. આ યાત્રા દરમ્યાન એકતાનો સંદેશો પ્રસરાવતા બેનરો, ફિલ્મ શો, વિડીયો શો તથા લોકસંસ્કૃતિ અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.