Abtak Media Google News

રાજકોટ સીટી પોલીસ દ્વારા આયોજિત બેબી ફૂટબોલ લીગનો ફાઇનલ મેચ ગત તા.10 ના રોજ પોલીસ હેડ ક્વાર્ટરના ફૂટબોલ મેદાન ખાતે રમવામાં આવ્યો હતો.આ મેચમાં અંડર – 8,10,12 એમ ત્રણ વયગ્રુપની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર – 8 માં ઢઈઈ, અંડર – 10 માં માસ્ટર એફ.સી. ,અંડર – 12 માં માસ્ટર એફ.સી.ની ટિમ વિજેતા બની હતી.ટ ુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશય નાના બાળકોમા શરૂઆતથી જ ફુટબોલ પ્રત્યે પ્રોત્સાહન મળે તથા ગુજરાત રાજયનુ રમત-ગમત ક્ષેત્રે સ્તર ભવિષ્ય માટે ઉજળુ થાય અને ફુટબોલના સારા પ્લેયર્સ ગુજરાત રાજયને તથા દેશને મળે.

ટૂર્નામેન્ટના પુર્ણાહુતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બન્યા ડી.સી.પી.ટ્રાફીક

Vlcsnap 2022 12 12 09H57M28S696

પી.એચ.કયુ. પુજા યાદવ ,એ.સી.પી. મુનાફ પઠાણ તથા જિલ્લા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, પ્લાન્ટ હેડ ઓમની ટેક એનિજન્યરિંગ પ્રા.લી. શકિત જાડેજા, સેક્રેટરી રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એશોસીએશન રોહિત બુંદેલા વિગેરે કાર્યક્રમમા હાજર રહેલા હતા અને તેઓના હસ્તે વિજેતા, ઉપવિજેતા તથા ત્રીજા નંબરે આવેલ ટીમોને ટ્રોફી તથા ઇનામો આપવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.