Abtak Media Google News

કુપોષિત બાળકના પાલકવાલીને પ્રમાણ પત્ર એનાયત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આહવાનને સરીતાજ કરવા આજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આયોજન કરવામાં આવેલ. જેમાં સેન્ટ્રલઝોનમાં અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના માન.મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યકમનાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.

વેસ્ટઝોનમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. શહેરમાં કુલ ૩૪૪ આંગણવાડીઓ આવેલ છે. આ આંગણવાડીઓમાં ૩ થી ૬ વર્ષ સુધીના ૯,૨૯૮ બાળકો ફૂડ સેવાનો લાભ લે છે. રાજકોટ શહેરમાં ૦ થી ૬ વર્ષના આશરે ૨૭,૦૦૦ થી વધુ બાળકોનો સર્વે કરવામાં આવેલ છે. જેમાં, વિધાનસભા ૬૮માં ૨૫૧, વિધાનસભા ૬૯માં ૧૪૫, વિધાનસભા ૭૦માં ૬૩ અને વિધાનસભા ૭૧માં ૧૧૩ પોષિત બાળકો છે. એમ શહેરમાં કુલ ૫૭૨ કુપોષિત બાળકો છે.

આ કુપોષણ બાળકોને બહાર લાવવા માટે રાજકોટ શહેરની જુદી જુદી સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજકોટ શહેર ભાજપના સંગઠન દ્વારા કુપોષિત બાળકોના પાલકવાલી તરીકે જવાબદારી સ્વીકારેલ છે.

આ પ્રસંગે, પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજય સરકાર કુપોષિત બાળકો, સગર્ભા માતા વિગેરે માટે ખુબજ કામ કરી રહેલ છે. મુખ્યમંત્રીે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આહવાન કરેલ છે ત્યારે આપણે સૌ સાથે મળી કુપોષણ બાળકોને પોષિત કરવા માટે એક પાલકવાલી તરીકેની જવાબદારી નિભાવીએ. મેયર બીનાબેન આચાર્યએ આંગણવાડીની આંકડાકીય માહિતી સાથે  ગુજરાતને સુપોષિત બનાવવાના સંકલ્પને સાકાર કરવાના પ્રયાસને વધાવ્યો હતો. આ અવસરે સ્વાગત પ્રવચન શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુએ કરેલ તેમજ આભારવિધિ આઈ.સી.ડી.એસ.નાં સી.ડી.પી.ઓ. હીરાબેન રાજશાખાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.