Abtak Media Google News

ભૌતિક શાસ્ત્રના સંશોધક કુ. અલ્પાબેન ઝણકાટનું નવું સંશોધન

સૌરાષ્ટ્ર યુનિવસિટી, ભૌતિકશાસ્ત્રમાં સંશોધક કું. અલ્પાબેન ઝણકાટે  સ્ટડીઝ ઓન ણક્ષઘ બેઇઝ કોમ્પોઝાઇટસ ફોર પોટેન્સીયલ એપ્લીકેશન વિષય ઉપર પોતાનો મહાનિબંધ રજુ કરી ભૌતિકશાસ્ત્ર વિષય માર્ગદર્શક ડો. ધિરેન પંડયા ના માર્ગદર્શન હેઠળ ડોકટરેટ પદવી પ્રાપ્ત કરેલ છે.  ડો. અલ્પાબેન ઝણકાટ પોતાના સંશોધન સમય દરમિયાન પ્રથમ એમ. ફિલ. ની ડીગ્રી મેળવી છે.

Img 20210309 Wa0010

ત્યાર બાદ તેમણે ઇન્ટર યુનિવર્સીટી એકસલરેટર સેન્ટર (lua c), ન્યુ દિલ્હીના પ્રકલ્પ માં ત્રણ વર્ષ માટે સ્કોલરશીપ સાથે મેન્ગેનાઇટ બેઇઝ ડિવાઇસીસ વિથ ણક્ષઘ થીન લેયર્સ પર કામ કયું છે. જેમાં તેમણે વિવિધ હાઇ એનર્જી વાળા સાધનો નો ઉપયોગ કરીને થીન લેયર્સ ને બદલીને તેમના ગુણધર્મો બદલાવવાનો પ્રયાસ કર્યો જે અંતે વિવિધ સ્પીનટાનિસ એપ્લીકેશનમાં ઉપયોગી સાબીત થયા છે. તેમને કરેલા સંશોધન દ્વારા આજના સમયમાં ચાલતા વિવિધ ઇલેકટ્રોનિક ગેઝેટસ જેવા કે મોબાઇલ, ટેબલેટ, પેઇન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેની કેપેસિટી વધવા પામશે, સ્પીડ વધી શકશે, પાવર જરૂરીયાત ઓછી થશે, સાઇઝ નાની થશે જેના લીધે આર્થિક તથા ટેકનોલોજીકલ ફાયદો થઇ શકશે. ઊંડાણ પૂર્વકના અભ્યાસ બાદ ડો. અલ્પાબેન ઝણકાટ દ્વારા આ શોધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.