Abtak Media Google News

અમરેલી પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ચક્કરગઢ દેવળીયા અને લાઠી, લીલીયામાં વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ ગોંડલના દેરડી કુંભાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધીમીધારે શરૂ થયેલા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. આ સિવાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.