Abtak Media Google News

અહીં કમર, ગોઠણ, ગરદનના અસહ્ય દુ:ખાવા સાથે આવેલા દર્દી દુ:ખાવામાંથી મુકિત મેળવીને જ જાય છે

શહેરના કાલાવડ રોડ પર આવેલ એમ એન્ડ જે સેન્ટર જયાં કમર, ગોઠણના દુ:ખાવાને ઓપરેશન વગર જ દુર કરવામાં આવે છે દર્દીઓ અહીં ગમે તેવો દુ:ખાવો લઇને આવે પણ અંતે પોતાના અસહ્ય દુ:ખાવામાંથી મુકિત મેળવીને જ જાય છે. આ સેન્ટરમાં કમર, ગોઠણ, ગરદન સહીત અન્ય કોઇપણ ભાગના અસહ્ય દુ:ખાવાનું સચોટ નિદાન સારવાર કરવામાં આવે છે.

Advertisement

જીતેન્દ્રભાઇ કુકડીયા એમ એન્ડ જે વેલનેશ સેન્ટર સ્પાઇન અને દુ:ખાવાના સ્પેશીયાલીસ્ટ એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સેન્ટર મેં ખાસ એવા લોકો માટે શરુ કર્યુ છે જે અસહ્ય દુખાવાથી પીડાતા હોય, જેવા કે કમર, પેની, વાંસો તેમજ શરીરના કોઇપણ ભાગના દુ:ખાવાથી પીડાતા હોય. તેમજ કરોડ રજજુ, ગરદનને ચાલવા, ઉઠવા, બેસવામાં તકલીફ થતી હોય  આવા લોકો માટે કોઇપણ પ્રકારની દવા તેમ જ ઓપરેશન વગર અમે દુખાવાથી લઇ તેમની બધી જ તકલીફનું સારી રીતે નિદાન કરી જળમુળમાંથી મટાડી દઇએ છીએ આ સેન્ટર ખોલવાનું મુખ્ય કારણ એ હતુ કે ૨૦૧૦ થી મને અલ્ટરનેટીવ થેરાપીમાં રસ વધારે હતો. જેમ હું આ અભ્યાસમાં આગળ વધતો ગયો. તેમ મને ઘણું બધુ જાણવા મળ્યું મોટા ભાગના જે દર્દીઓ મારી પાસે આવે છે. એમણે લગભગ બધી જ પ્રકારની દવાથી લઇ ટ્રીટમેન્ટ કરાવી લીધી છે. અને માનસીક રીતે હતાશ અને થાકી ગયેલા હોય છે. અને છેલ્લે અહિં આવે ત્યારે કહેતા હોય છે કે આ

મારી પાસે હવે છેલ્લો ઉપાય છે. ૧૦ વર્ષથી દુખાવો સહન કરું છું. પીડા સહન થતી નથી અને એવા લોકો પણ આવે છે. જેને મણકામાં તકલીફ હોય જે ઓપરેશન કરવા માંગતા નથી આ તમામ દર્દીઓની તકલીફ અહિ જળમુળમાંથી નિદાન કરી દુર કરવામાં આવે છે. ઘણી વાર એવા દર્દીઓ પણ આવતા હોય છે. જેની ઉમર વધારે હોય છે જેની એક વય મર્યાદા હોય કે તેને ઓપરેશન કરવા માટે તકલીફ હોય તેમને દુ:ખાવો પણ અસહ્ય હોય છે. ત્યારે અમે અહિ તેમને એવું નિદાન કરી આપીએ છીએ કે તેમનું જે લોહીનું ભ્રમણ થતું નથી અથવા ધીમે થતું હોય તેને લોહીનું સરકયુલેશન એકદમ વધારી દઇએ છીએ. અને દુખાવાની તકલીફમાંથી રાહત આપીએ છીએ. ખુબ જ ચરબીવાળા વ્યકિતઓ કે જેને ઘણી તકલીફ થતી હોય છે. ચાલવામાં બેસવામાં તેમજ વધુ ચરબીને લીધે અમુક રોગો પણ વધવાનો ભય હોય છે.

Untitled 1 12

આ લોકોને વજન ઘટાડવો કે ચરબી ધટાડવી હોય તો અમે આવા દર્દીઓ પર ફાર ઇન્ફારેડ ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ જે માત્ર ૧ કલાકમાં તેમના શરીરમાંથી ૧ર૦૦ થી ૧૪૦૦ કેલેરી બાળી નાખે છે. આ રીતે ફરીવાર તેમનું બોડી હેલ્થી બને છે. આવનારા દિવસોમાં અમે ઘણા રીર્સચ કરી રહ્યા છીએ. જેમાં દર્દીઓને ઝડપથી અને સરળતાથી કોઇપણ તકલીફની દવા કે ઓપરેશન વગર ટ્રીટમેન્ટ કરીશું.

સુરેશભાઇ ગોરવાળીયા (દર્દી) એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતુંં કે, અહિં આવ્યા પહેલા હું વાંસાના અસહ્ય દુખાવાથી પીડાતો હતો. મું ઘણી જગ્યાએ મે દવા કરવી તેમજ એમ.ડી. ડોકટરોને પણ બતાવ્યું છતાં કોઇ ફેર પડતો ન હતો. ત્યારે મને મારા મિત્રએ એમ. અન્ડે જે સેન્ટરનો અભિપ્રાય આપ્યો અહી આવીને હું જીતેન્દ્રભાઇને મલ્યો. તેમણે મારી ટિટ્રમેન્ટ શરુ કરી અને જળમુળમાંથી મારા વાંસાના દુખાવાને બંધ કરી નાખીયો, આ ટ્રીટમેન્ટ કરાવ્યાને મને અત્યારે પાંચથી ૧૦ મહિના થયા છે. અને કોઇપણ જાતનલ દુખાવો થતો નથી હવે હું સામાન્ય જીવન ખુબ સારી રીતે જીવી રહ્યો છું.

અશોક રામાભાઇ મકવાણા (દર્દી) એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી હું જમણા પગના ગોઠણના અસંખ્ય દુખાવાને સહન કરતો હતો. ત્યારે આસેન્ટર થકી જળમુળમાંથી દુ:ખાવો દુર કરાયો છે અને સચોટ નિદાન કરાયું છે. હવે હું કામે પણ જાવ છું અને કોઇપણ તકલીફ પડતી નથી.

રજનીબેન રાજાણી (દર્દી)એ અબત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી મને કમરનો દુખાવો હતો. ડોકટરો બદલીયા, સારા એમ.ડી. ને બતાવ્યું તેમજ ઘણી દવાઓ પણ કરી પણ કોઇ ફેર પડતો ન હતો. ત્યારે અમે એમ એન્ડ જે સેન્ટરની મુલાકાતે આવ્યા અને અહિંની સારવાર લીધી. છેલ્લા એક વર્ષથી હવે મને કમરમાં કોઇ જાતનો દુખાવો નથી અને હું મારી ગ્રહીણીની જવાબદારી પણ હવે ખુબ સારી રીતે નિભાવું છું.

પુષ્પાબેન એમ. પટેલ (દર્દી) એ અબતક સાથેની વાતાચીતમાં જણાવ્યું હતું કે, મારી ઉમર ૬૬ વર્ષની છે છેલ્લા બે વર્ષથી હું પગના દુખાવાથી પિડાતી હતી. મારો અકસ્માત થયો જેવી મને પગમાં વાગ્યું હતું. મે ઘણી જગ્યાએ બતાવ્યું છતાં કોઇ દુખાવામાં ફેર પડયો નહિ અંતે અમે અહિં આવીને જીતેન્દ્રભાઇ કુકડીયાને મળ્યા તેમણે સારવાર ચાલુ કરી અને મને જણાવ્યું કે મને અકસ્માતને લીધે પગમાં દુ:ખાવો નથી થતો પણ કમરના મણકામાં નશ બદલાવી હોવાથી દુખાવો છે. ત્યારબાદ તેમણે નિદાન કરી જળમુળમાંથી દુખાવા ને બંધ કર્યો છે. અને હવે હું કોઇપણ જગ્યાએ ચાલીને જઇ શકું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.