Abtak Media Google News

આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી, આંધ્રપ્રદેશમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંશોધન પેપર રજૂ કરતા સૌ.યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો.ઈરોસ વાજા

આંધ્રપ્રદેશની  આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી અને ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ (IACS) ના સયુંકત ઉપક્રમે તા. ૭ થી ૯ જાન્યુઆરી દરમિયાન Bridges of Friendship: Canada and India પર યોજાયેલી ૧૪મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજાએ Exploring the Boundaries of Knowledge Creation – India and Canada વિષય પર સંશોધન પેપર રજુ કર્યું હતું અને કોન્ફરન્સના ચેર પર્સન તરીકે પ્રશંશનીય ફરજ નિભાવી હતી. કેનેડા, ચીન જેવા દેશો માંથી પધારેલા અનેક વિદ્વાન અધ્યાપકો સમક્ષ ડો. વાજા એ ભારત અને કેનેડા વચ્ચેના મૈત્રીભર્યા સંબંધો વિષે વાત કરતા જણાવ્યું હતું કે બંને દેશો મજબૂત લોકશાહી ને વરેલા દેશો છે. ઉચ્ચ શિક્ષણ ઝંખતા ભારત ના  યુવાનો  માટે  કેનેડા પ્રથમ પસંદગીનો દેશ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુ. કે. કરતા પણ કેનેડાને વધુ પસંદ કરે છે. કેનેડા સરકારે વિઝા અને ઇમિગ્રેશનની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે જેથી ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં જવું અને અભ્યાસ કરવાનું વધુ સરળ બન્યું છે.   ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને આવા સમયે બંને દેશો વચ્ચેની મિત્રતા અને સૌહાર્દ ભર્યા સંબંધો આજના સમયની માંગ છે. જ્ઞાનના આદાન પ્રદાન થી સંશોધનની નવી ક્ષિતિજો ખુલી રહી છે. ભારત અને કેનેડા સરકાર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો બંને દેશો ના નાગરિકોને અને તેમની વિચાર ધારાને વધુ નજીક લાવી રહ્યા છે તે આવકાર દાયક બાબત છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં  ઇન્ટરનેશનલ કાઉન્સીલ ફોર કેનેડીઅન સ્ટડીઝ દ્વારા એન્યુઅલ જનરલ મીટીંગ કેનેડાના પાટનગર ઓટાવા યોજાયેલ જેમાં ડો. વાજાએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ. તેઓએ પોતાના કેનેડાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, હાડ થીજાવતી ઠંડીને બાદ કરતા કેનેડા અભ્યાસુઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

અંતે ડો. વાજાએ જણાવ્યું હતું કે આવી ખરા અર્થ માં આંતર રાષ્ટ્રીય કહી શકાય એવી કોન્ફેરન્સ થી સમગ્ર  વિશ્વના  તજજ્ઞો વચ્ચે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાનનો સેતુ રચાય છે જેનો સીધો લાભ વિદ્યાર્થી ઓ અને સંશોધકો ને થાય છે અને કેનેડા જવા ઇચ્છતા જ્ઞાન પિપાસુઓ માટે યોગ્ય વાતાવરણ નિર્માણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.