Abtak Media Google News

પાંચ દિવસની વિદેશમાં યાત્રામાં પહેલાં મોદી સોમવારે મોડી રાતે સ્વીડન પહોંચી ગયા છે. ત્યાંના વડાપ્રધાન સ્ટીફન લોવેન તેમને જાતે એરપોર્ટ પર રિસીવ કરવા ગયા હતા. સ્વીડનના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે વડાપ્રધાન પ્રોટોકોલ તોડીને કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષનું એરપોર્ટ પર સ્વાગત કરવા કરવા ગયા હતા. મોદી 30 વર્ષ પછી સ્વીડન જનારા પહેલાં ભારતીય વડાપ્રધાન છે. તે પહેલાં રાજીવ ગાંધી સ્વીડન ગયા હતા. મોદીની 16 એપ્રિલે શરૂ થયેલી આ યાત્રા 20 એપ્રિલ સુધી ચાલશે. આ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી બ્રિટન અને જર્મની પણ જશે.

સ્વીડનમાં ભારતીય લોકોને પણ મળ્યા મોદી

સ્ટોકહોમ-આલાર્ડા એરપોર્ટથી બહાર નીકળ્યા પછી મોદી ભારતીય મુળના લોકોને પણ મળ્યા હતા. ત્યાં તેમણે દરેક સાથે હાથ મીલાવ્યો હતો.મોદી ત્યારપછી સ્વીડનના રાજા કાર્લ 16માં ગુસ્તાફ સાથે મુલાકાત કરશે. તેમાં સ્વીડિશ પીએમ સ્ટીફન સાથે સોગેર્સ્કાથી રોસનબાદ સુધીની એક વૉક પણ સામેલ છે.ત્યારપછી બંને દેશના વડાપ્રધાન એક દ્વીપક્ષીય સમજૂતી ઉપર કરાર કરશે. આ સમજૂતી પછી બંને એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ પછી પીએમ સિટી હોલ ગોલ્ડન રુમમાં સ્વીડન-ઈન્ડિયા બિઝનેસ-ડેમાં ભાગ લેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.