Abtak Media Google News

2024માં અર્થતંત્રમાં વૈશ્વિક ગુરુ બનવા રોજગારીની હારમાળા સર્જશે ટીમ મોદી

કેન્દ્ર સરકારે ભિક્ષુકોના પુનર્વસન માટે યોજના શરૂ કરશે, યોજનામાં 5 વર્ષમાં રૂ. 100 કરોડ ખર્ચાશે : હાલ અમદાવાદ સહિતના 10 શહેરોમાં પાયલોટ પ્રોજેકટ શરૂ

અબતક, રાજકોટ : 2024માં અર્થતંત્રમાં વૈશ્વિક ગુરુ બનવા રોજગારીની હારમાળા સર્જવા ટીમ મોદી કમર કસી રહી છે. સરકાર ભિખારી-નાગાઓનું કલંક હટાવવા મોદી સરકાર સજ્જ બની છે. તેઓને સમાજની સાથે લઈ આવવા માટે ખાસ ભિક્ષુક પુનર્વસન યોજના લઈ આવવામાં આવનાર છે. જેમાં 5 વર્ષમાં રૂ. 100 કરોડ જેટલો ખર્ચ પણ કરાશે. આ માટે 10 શહેરોમાં પાયલોટ પ્રોજેકટ શરૂ પણ કરી દીધો છે.

દેશમાં એક બાજુ બુલેટ ટ્રેનો, ચાર્ટડ પ્લેન, ઇલેક્ટ્રિક વહિકલ જેવી સવલતો ઉપલબ્ધ બની રહી છે. સ્ટાર્ટ અપ પણ પુરજોશમાં ચાલી રહ્યા છે. અર્થતંત્રની ગાડી પણ પાટા ઉપર પુરઝપડે દોડી રહી છે. તેવામાં બીજી બાજુ રોડ- રસ્તા ઉપર જોવા મળતા ભિક્ષુકો આ વિકાસને ઝાંખો બતાવી રહ્યા છે. જેને ધ્યાને લઇ મોદી સરકારે હવે ભિક્ષુકોને સમાજની બરાબર લઈ આવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

કેન્દ્ર સરકારે હવે ભિક્ષુકોનાં જીવન સુધારવા તેમજ તેમના પુર્નવસન માટે રાષ્ટ્રીય યોજના શરુ કરવાની તૈયારી હાથ ધરી છે. આ યોજનાની નીચલા સ્તરેથી જાણકારી મેળવવા તેમજ વધુ સઘન બનાવવા માટે હાલ 10 શહેરોમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેકટ પણ શરુ કરવામાં આવ્યો છે.

સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ભિક્ષુકો માટે પુનર્વસન પરની વ્યાપક યોજના એ વ્યક્તિગત આજીવિકા તેમજ એન્ટરપ્રાઈઝને સહાય આપવાની સ્કીમનો ભાગ હશે. ભિક્ષુકોમાં પુનર્વસન માટેની આ યોજના હેઠળ મંત્રાલય રાજયોને ભિક્ષુકોને ઓળખવા તેમજ તેમના પુનર્વસન માટે જુદા-જુદા શહેરો તેમજ મ્યુનીસીપલ વિસ્તારોમાં પોર્ટ ઓન ગ્રાઉન્ડ આઉટરિચને સમર્થન આપવા માટે દરખાસ્તો આપવા બોલાવશે.

આ યોજનામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનાં કલ્યાણ માટેની બાબતોને પણ સમાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. લાંબાગાળાના ઉકેલ માટે મંત્રાલયનું એક મોડેલ કેન્દ્રીય કાયદા માટે માર્ગ બનાવવા માટેનાં ડ્રાફટ બિલ પર પણ કામ કરી રહ્યું છે જે ભિક્ષુકો, નિરાધારો તેમજ ઘરવિહોણા લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે પુનર્વસનનું માળખું પ્રદાન કરશે.

રાજયો તેમજ કેન્દ્રશાસીત પ્રદેશો દ્વારા યોગ્ય રીતે અપનાવી શકાય તેમજ તે ભીક્ષુકોને સંભાળ, સંરક્ષણ, આશ્રય, કલ્યાણ તેમજ પુનર્વસન માટેનું માળખું આપે તેવું જણાવાયું છે. ભિક્ષુકોની વ્યાપક પુનર્વસન યોજનાને 10 સીટીમાં પાયલોટ પ્રોજેકટનાં ધોરણે ચલાવવા માટે રૂા.19 કરોડ ફાળવાયા છે.

આ પ્રોજેકટ માટે 5 વર્ષનાં સમયગાળા માટે કેન્દ્રે રૂા.100 કરોડની રકમ ફાળવી છે અને મંત્રાલય રાજયો તેમજ મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા પણ દરખાસ્તો મંગાવશે. ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા લોકોને ઓળખવા, તેમને એકઠા કરી તેમના માટે આશ્રય ગૃહો કલ્યાણકારી યોજના તેમજ પુનર્વસવાટ અને શિક્ષણ પ્રદાન કરવા આ યોજનાનાં વિવિધ પાસાઓ પર કામ કરવામાં આવશે.

બાળકો તેમજ મુખ્ય વયનાં લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ પણ અપાશે. હાલ મંત્રાલય દ્વારા ઈન્દોર, અમદાવાદ, પટનામાં પાયલોટ પ્રોજેકટ કાર્યરત છે. આ ઉપરાંત બેંગ્લોર, લખનૌ, હૈદરાબાદ, દિલ્હી, નાગપુર, ચેન્નઈ, મુંબઈ વગેરે શહેરો પણ પાયલોટ પ્રોજેકટ ચલાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2024 સુધીમાં અનેક સુધારાઓ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં ભિક્ષુકોનું ઉત્થાન પણ એક સુધારો હોય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.