Abtak Media Google News

૩૬ કેન્દ્રીય મંત્રીઓ શનિવારથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈને ૫૨ સ્થાનો પર જનજાગૃતિ અભિયાન હાથ ધરીને વિકાસની પરિભાષા સમજાવશે

દેશનો આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદ્દે પીડાતી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કુનેહપૂર્વક દુર કરી હતી. કેન્દ્ર સરકારે દેશના રાજદ્વારી ઈતિહાસમાં ‘ ન ભૂતો ન ભવિષ્ય’ કહી શકાય તેવા આ નિર્ણય બાદ દેશ વિરોધી તત્વો ફાવી ન જાય તે માટે જમ્મુ-કાશ્મીર રાજયને વિભાજીત કરીને બે ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ફેરવી નાખવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતી જળવાઈ રહેતા હવે કાશ્મીરી પ્રજાને વિકાસના લાભો સમજાવીને તેમની લાગણી જીતવા મોદી સરકારે જનસંપર્ક અભિયાન છેડવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે ૩૬ કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થાનો પર જઈને લોકસંપર્ક કરશે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીઓનું જનસંપર્ક અભિયાનનો ૧૮મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવશે. ૩૬ કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ-કાશ્મીરના ૫૨ સ્થળે જઈને લોકોને મળશે. કેન્દ્ર શાસિત પ્રદેશના પંચાયત સ્તરના લોકસંપર્ક કરીને મંત્રીઓ લોકોને સમજાવશે કે કેન્દ્ર સરકાર સમગ્ર વિસ્તારનો વિકાસ કેવી રીતે કરશે અને અત્યાર સુધી ૩૭૦ની કલમ વિકાસ માટે કેવી બાધક હતી. જમ્મુ-કાશ્મીર માટે આ ઉચ્ચ સ્તરીય સામુહિક જનજાગૃતિનું કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ અભિયાન ગણવામાં આવે છે. ગત ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીની ટીમ લોકો વચ્ચે જઈને વિકાસના મુદાઓની ચર્ચા કરશે.નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર થયેલા લેહ અને લદાખમાં કેવી રીતે અને કેવો વિકાસ થશે કે સમજાવશે.

Victoria Gardence

આ જનસંપર્કમાં કાશ્મીરના પ્રત્યેક નાગરિકને વિકાસની પરિભાષા સમજાવશે અને નવા જાહેર થયેલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકાર શું શું કરવા માંગે છે તેની વ્યાપક સમજણ આપશે. મંત્રીઓના આ કાફલામાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, રેલવે મંત્રી પિયુષ ગોયલ, કાપડમંત્રી સ્મૃતિ ઈરાની અને અન્ય વરિષ્ઠ મંત્રીઓને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાતે મોકલવામાં આવશે. જેમાં રમેશ પોખરિયાલ, જીતેન્દ્રસિંગ, કિરણ રિજજુ, હરદિપસિંગ પુરી, અનુરાગ ઠાકુર, સાઘ્વી નિરંજની જયોતિ જેવા અન્ય મંત્રીઓની યાદી શ્રીનગર, જમ્મુ સહિતના વિસ્તારના પ્રવાસો માટે જાહેર કરવામાં આવી છે.

કેન્દ્રિય મંત્રીઓની આ મુલાકાત તાજેતરમાં વિદેશી પ્રતિનિધિઓ અને યુરોપીયન સંઘના સાંસદોની મુલાકાત સંદર્ભે ખીણની પરિસ્થિતિ સામાન્ય અને લોકોએ કલમ-૩૭૦ની સમાપ્તી બાદ ઉભી થયેલી નવી સ્થિતિનો સ્વિકાર કરી લીધો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છ.તેને વધુ સહજ બનાવવા સરકારે ૩૬ મંત્રીઓ સાથે સરકારે ૧૮મી જાન્યુઆરીથી મહાજનસંપર્ક અભિયાન માટે કવાયત હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.