Abtak Media Google News

બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરી તથા શૈક્ષણિક ક્ષેત્રે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવાના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને ઉમળકાભર્યો આવકાર

જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકારી નોકરીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવાની લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાતને ઐતિહાસિક અને અભુતપૂર્વ નિર્ણય ગણાવીને ભાજપના અગ્રણી તેમજ પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર આવકાર આપ્યો છે અને ગુજરાતભરની પ્રજા વતી, કેન્દ્રની ભાજપ નેતૃત્વની એનડીએ સરકારના સમગ્ર પ્રધાનમંડળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

ધ્રુવે જણાવ્યું છે કે, સમાજના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અધિકારોને અબાધિત રાખીને બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરીઓ તા શિક્ષણમાં અનામતની જે જાહેરાત કરવામાં આવી તે ભાજપની સમાજના તમામ વર્ગોની આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પ્રજાલક્ષી કલ્યાણકારી રાજનીતિના પડઘારૂપ છે. પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણના ગંદા અને હીણપતભર્યા ખેલ ખેલીને સમાજમાં ઝેર ફેલાવવાના અને વર્ગ-વિગ્રહની સ્થિતિ પેદા કરવાના કોંગ્રેસના દુષ્કૃત્યો સામે વડાપ્રધાન મોદીજીએ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પણ સમાન તકો મળી રહે એવો ઐતિહાસિક નિર્ણય લઈને સામાજિક સમરસતાને જબરદસ્ત વેગ આપવાનું સત્કાર્ય કર્યું છે. કોંગ્રેસ સમાજને તોડે છે ત્યારે ભાજપ સરકારે સમાજને અને સમગ્ર રાષ્ટ્રને જોડવાનું અનુપમ કાર્ય કરી દેખાડ્યુ છે. 

૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનપદે ભાજપ નેતૃત્વની એનડીએ સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી જનધન યોજના હોય કે, ઉજ્જવલા યોજના હોય, સ્ટાર્ટ અપ હોય કે સ્ટેન્ડ અપ યોજના હોય, પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય કે, ગરીબ વર્ગ માટેની સૌભાગ્ય યોજના હોય – સમાજના તમામ વર્ગોને તેમના સામાજિક, આર્થિક ઉતન માટે કોઈપણ પ્રકારની ભેદભાવભરી રાજનીતિ વિના સૌના સાથ સૌના વિકાસના મૂળમંત્રને સતત નજર સમક્ષ રાખીને ભાજપ અને તેની સરકારે પ્રજાની સેવા કરવાની સકારાત્મક રાજનીતિનો જ અસરકારક અમલ કર્યો છે. આજની આ જાહેરાત ભાજપની આ પ્રજાલક્ષી નીતિના અનુસંધાનમાં જનરલ કેટેગરીના આર્થિક નબળા વર્ગોની આશા-આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે થઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશની પ્રજાએ  અને ભાજપના કાર્યકર્તાઓએ આ ઐતિહાસિક નિર્ણય હદયપૂર્વક આવકાર આપ્યો છે.

કેન્દ્ર સરકારના અભૂતપૂર્વ નિર્ણયને લોલીપોપ ગણાવતા વિપક્ષ કોંગ્રેસી નેતા પરેશભાઈ  ધાનાણીના નિવેદનને વખોડી કાઢતાં રાજુભાઈ ધ્રુવે ધાનાણીને કોંગ્રેસની ભૂતકાળની લોલીપોપની રાજનીતિની યાદ દેવડાવી હતી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ગુજરાતમાં નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સમાજના વિવિધ વર્ગોને વિભાજીત કરવા માટે રીતે લોલીપોપ બતાડનાર કોંગ્રેસને ગુજરાતની શાણી પ્રજાએ તેનું મૂળ સન બતાવી દીધું હતું તે ભૂલી ગયા કે શું એવો સવાલ ધ્રુવે પૂછ્યો છે. બેધારી નીતિ ધરાવતી કોંગ્રેસે પ્રજાને લોલીપોપ દેખાડ્યા પછી પોતાની સત્તા હેઠળના એકેય રાજ્યમાં આવી જોગવાઈનો અમલ કર્યો ની ત્યારે આજે મોદીના ઐતિહાસિક નિર્ણયને કયા મોઢે ધાનાણી લોલીપોપ સમાન ગણાવે છે? 

નિવેદનના અંતે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, મોદીજીની કેબિનેટે આજે ઐતિહાસિક ફેંસલો લઇ સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી નાખ્યો છે. બિનઅનામત વર્ગો માટે દસ ટકા અનામતની જોગવાઈ કરવાના નિર્ણયી સરકારે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સાત સાત દાયકા બાદ પ્રથમવાર બિનઅનામત વર્ગોને યથોચિત ન્યાય આપ્યો છે. ઠેર ઠેર મોદી સરકારના આ નિર્ણયની પ્રસંશા થઈ રહી છે. આ અનામતને સંવેધાનિક માન્યતા આપવા સરકાર સંસદમાં બંધારણ સુધારા ખરડો લાવશે. ઊંઘતા ઝડપાયેલા કોંગ્રેસ અને અન્ય વિપક્ષો તેમજ હાર્દિક પટેલ જેવા કોંગ્રેસના ભાડૂતી આંદોલનકારીઓ આને ચૂંટણીલક્ષી નિર્ણય કહી રહ્યા છે પરંતુ, સરકારે મૌકે પે ચૌકાની જેમ ચૂંટણી પહેલાં જ આ અભૂતપૂર્વ નિર્ણય લેતાં હવે કોઈ પક્ષ આ નિર્ણયનો વિરોધ નહીં કરી શકે અને નીચી મૂંડી કરીને આ બીલનું સર્મન કરવું પડશે. આમ, મોદી સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી નહીં પરંતુ, રાષ્ટ્રને સમરસ બનાવતો અને દેશના તમામ વર્ગના લોકોને સમાન તકો મળે તે બાબત સુનિશ્ચિત કરતો માસ્ટરસ્ટ્રોક વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.