Abtak Media Google News

જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ દ્વારા હાથ લાંબા કરવા છતાં હેન્ડશેક ન કરનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જ્યારે ૨૬ જૂનના રોજ વ્હાઇટ હાઉસના ગેટ પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેમની બોડીલેન્ગવેજ શું કહેતી હતી તે અંગે જાણકારોએ રસપ્રદ માહિતી આપી છે. સાથે જ તે પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીના સ્વાગત માટે કરીને ટ્રંપે હિન્દીમાં એક વાક્ય બોલતા પણ શીખ્યું છે. આ બધુ જાણીને પાકિસ્તાનના પેટમાં આગ તો જરૂરથી લાગી હશે પણ જાણો પીએમ મોદીને મળતી વખતે ટ્રંપના હાવભાવના આધારે તે સમયે તેમના મનની સ્થિતિ અંગે જાણકારો શું અનુમાન લગાવી જણાવી રહ્યા છે તે…

Advertisement

વ્હાઇટ હાઉસ પર મુલાકાત સૌથી પહેલા વ્હાઇટ હાઉસના ગેટ પર પીએમ મોદી માટે જ્યારે ટ્રંપ રાહ જોઇ રહ્યા હતા ત્યારે તેમના હાવભાવ જોઇને લાગી રહ્યું હતું કે તે આતુરતાથી પીએમ મોદીને મળવાની રાહ જોતા હોય. તેમની બોડી લેંગ્વેજ જોઇને લાગતું હતું કે તે આ વાત સુનિશ્ચિત કરવા માંગતા હોય કે તૈયારીમાં કોઇ કસર ના છોડવામાં આવે. પીએમ મોદી કારમાંથી જેવા આવ્યા ટ્રંપે એકદમ સાવધાન થઇને તેમનું સ્વાગત કર્યું. હેન્ડશેક પછી ટ્રંપને મોદીએ કંઇક કહ્યું તે પર ટ્રંપ થોડું હસ્યા અને પછી તે ત્રણેય જણા અંદર જતા રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.