Abtak Media Google News

વિકાસકામો માટે સરકારે રૂ.૫૫૦ કરોડ ફાળવ્યા

વડાપ્રધાન મોદીનું હોમ ટાઉન વડનગર પણ નવા ‚પસંગ સર્જી રહ્યું છે. સરકારે વડનગરના વિકાસ કામો માટે રૂ૫૫૦ કરોડ ફાળવ્યા છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન તેમના જન્મદિન નિમિતે વડનગરની મુલાકાત લે તેવી શકયતા છે આ મુલાકાત લે તેવી શકયતા છે આ મુલાકાતમાં તેઓ વડનગરના વિકાસ કાર્યો લોકોને અર્પણ કરશે. વડનગરને નવી હોસ્પિટલ અને મેડીકલ કોલેજ વડાપ્રધાન મોદીની સૌથી મોટી ભેટ રહેશે. આ કામગીરી માટે રૂ૪૫૦ કરોડ ફાળવાયા છે. આ કોલેજમાં પ્રવેશ કાર્ય ચાલુ વર્ષથી જ શરુ થશે. જયારે કોલેજ જુલાઇના અંત કે ઓગષ્ટમાં કાર્યરત થશે. વડનગરના શર્મિષ્ઠા તળાવ, પૌરાણીક બૌધિસ્ટ સાઇટ અને રેલવે સ્ટેશનના વિકાસ માટે સરકાર અને ટોચના કોર્પોરેટ હાઉસ મૂડીરોકાણ કરી રહ્યાં છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.