Abtak Media Google News

મોરબી સમાચાર

મોરબીમાં બે દિવસ પહેલા પગાર માગતા દલિત યુવક પર હુમલો કરીને ચપ્પલ મોઢામાં પકડાવનારા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ઘટના બાદથી જ પોલીસ પકડથી દૂર છે. જોકે યુવક પર હુમલા બાદ વિભૂતિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયામાં વિભૂતિ પટેલે અનેક રૌફ મારતા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં એક વીડિયોમાં તે તલવારથી જન્મ દિવસની ઉજવણી કરતા કેક કાપતા દેખાય છે. હવે આ મામલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો હતો .

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે . દસ દિવસના રિમાન્ડ ની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી .  વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,ઓમ પટેલ,રાજ પટેલ,પરીક્ષિત ભગલાની, ક્રિશ મેરજા,પ્રીત વડસોલાને રજૂ કર્યા હતા અને તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે . આગામી તારીખ 1 ડિસેમ્બર સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે .

ઋષિ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.