Abtak Media Google News

ચાર શખ્સોની ધરપકડ કરી છરી અને  ડીસમીસ  હથીયારો કબ્જે

 

મોરબી તાલુકા વિસ્તારના ટીંબડી ગામના પાટિયા પાસેથી ચોરી કરવાના ઇરાદે આવેલ ચોર ટોળકીને ચોરીને અંજામ આપે તે પહેલા જ પકડી ચાર શખ્સોની અટક કરી મળી આવેલ ચોર ટોળકી વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની તાપસ ચલાવી હતી.

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જાળવવા તેમજ મોરબી જીલ્લામાં ગંભીર પ્રકારના શરીર સબંધી તેમજ મિલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે  મોરબી તાલુકા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા પો.હેડ.કોન્સ.મનીષભાઇ બારૈયા, પોલીસ કોન્સ.જીતેનદાન ગઢવી તથા દિવ્યરાજસિંહ જાડેજા કોમ્બિંગ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મોરબી-માળીયા, હાઇ-વે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે, આવેલ, શોપીંગ સેન્ટરની દુકાનો નજીક ચાર ઈસમોની ચોરી કરતી ટોળી ચોરી લુંટ કરવાની પેરવીમાં હોય તેવી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને કોર્ડન કરી પકડી ચેક કરતા તેઓ પાસે છરી તથા લોખંડની તણી, તથા ડીસમીસ જેવા ચોરીના કામમાં ઉપયોગમાં આવે તેવા સાધનો સાથે મળી આવેલ હતા.

ઉપરોક્ત ચોરી કરતી ટોળકીના આરોપી હાજી અકબર માણેક મીયાણા ઉ.વ.23 રહે. સો-ઓરડી રોડ વનાળીયા, રામાપીરના મંદિર સામે, ધનાભાઇ વણકરની ઓરડીમાં ભાડેથી, મોરબી-2  એઝાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટી ઉ.વ 24 રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ, દિલ્હી દરબાર હોટલ પાછળ, મોરબી, ઇદ્રીશ ગુલામભાઇ મોવર ઉવ.19 રહે. જોન્સનગર, હુશેની ચોક, લાતી પ્લોટ શેરી નં.-11, મોરબી, અસલમ કાસમભાઇ કટીયા ઉવ.23 રહે. ઇદ મસ્જીદ રોડ આઝાદ લોજ સામે, ધોબી શેરીની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીની છરી તથા લોખંડની તણી, તથા ડીસમીસ જેવા ચોરી કરવામાં મદદરૂપ થાય તેવા સાધનો સાથે મળી આવેલ હોય આથી તમામ આરોપી હસ્તગત કરી પો.સ્ટે. લાવી સઘન પુછપરછ કરતા આ આરોપીઓ અગાઉ ઘણા ચોરી તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનુ બહાર આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.