Abtak Media Google News

જગન્નાથજીના દર્શન કર્યા, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને  જવલંત સફળતા અપાવવાનો મકકમ ઈરાદો

ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં રહેલી કોંગ્રેસને ફરી બેઠી કરવાના બુલંદ ઈરાદા સાથે  સાથે રાજયસભાના સાંસદ શકિતતસિંહ ગોહિલે ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ  સંભાળી લીધો છે. તેઓેએ પદગ્રહણ પૂર્વ જગન્નાથજીના  મંદિરે દર્શન કર્યા હતા.  લોકસભાની  આગામી ચૂંટણીમાં  ગુજરાતમાં કોંગ્રેસને જવલંત વિજય અપાવવાનો તેઓેએ મકકમ ઈરાદો વ્યકત કર્યો હતો.

Advertisement

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં  કોંગ્રેસનો  કરૂણ રકાસ થયો હતો 182 બેઠકો પૈકી માત્ર 17  બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. કારમા પરાજય બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતુ.  ચૂંટણી પરિણામના છ માસ બાદ હાઈકમાન્ડ  દ્વારા લાંબા મનોમંથન બાદ રાજયસભાના સાંસદ અને  વરિષ્ઠ નેતા શકિતસિંહ ગોહિલની  પ્રમુખ તરીકે  વરણી કરી હતી. દરમિયાન  આજે સવારે તેઓએ  જગન્નાથજી મંદિરે શીશ ઝૂકાવી વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. હાલ  રાજયમાં એક પણ  મહાપાલિકામાં કોંગ્રેસ પાસે સતા નથી 31   જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે માત્ર 17 ધારાસભ્યો હોય આગામી દિવસોમાં  કોંગ્રેસ  ગુજરાતમાં રાજયસભાની 11 પૈકીની પોતાની પાસે રહેલી ત્રણ બેઠકો પણ  ગુમાવી દેશે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હારી રહ્યા છે. આવામાં કોંગ્રેસના  સંગઠન  માળખાને  ગુજરાતમાં  મજબૂત  બનાવવું શકિતસિંંહ ગોહિલ માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

લોકસભાની ચૂંટણીના આડે હવે  9 થી 10 માસનો સમય ગાળો બાકી છે. ત્યારે રાજયના  તમામ જિલ્લા અને મહાનગરોમાં સંગઠન માળખું જાહેર કરવું પ્રદેશનું સંગઠન માળખું જાહેર કરવું તેઓની સામે  એક પડકાર સમાન છે.કોંગ્રેસમાં  વર્ષોથી જૂથવાદ  છે જેને ડામી તમામ નેતાઓ માત્ર કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસો કરે તેવું વાતાવરણનું નિર્માણ પણ શકિતસિંહે કરવાનું રહેશે. નવી જવાબદારી ખૂબજ મોટા પડકારો લઈને આવી છે.

દરમિયાન ગઈકાલે રવિવારે પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં  શક્તિસિંહ ગોહિલએ હાજરી આપી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પો અર્પણ કરી આશીર્વાદ લીધા હતા.

ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા. ગુજરાતની સંસ્કૃતિને રજુ કરતા રાસ તથા આદિવાસી નૃત્ય સાથે કોંગ્રેસના સમર્થકોએ પદયાત્રાને ખુબ જ રોચક બનાવી હતી.

અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે તમામ શુભચિંતકોનો નત મસ્તકે આભાર માનતા જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને સારા ભાવ, અસહ્ય મોંધવારી, પશુઓના ગૌચર, ફિક્સ પગાર, પેપર ફૂટવા, નાના વેપારીને સમસ્યા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરીસ્થિતિ, અતિશય ભષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ જનતાના પ્રશ્નોને વાચા આપશે. આપણા ગુજરાતનો ઈતિહાસ ગૌરવવંતો છે. અહીં ગુજરાતનો આજે સમતુલિત વિકાસ નથી. મુઠ્ઠીભર માલામાલ થાય છે અને આમ ગુજરાતી મુશ્કેલીમાં છે. ત્યારે ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર છે. અમે કોઈ પણ ભેદભાવ, જ્ઞાતિવાદ, જૂથબંધીમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું.

સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમીતીના પૂર્વ પ્રમુખશ્રી શ્રી જગદીશભાઈ ઠાકોર,  ભરતસિંહ સોલંકી,  અર્જુનભાઈ મોઢવાડિયા,   સિદ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષઅ પૂર્વ નેતા  પરેશભાઈ ધાનાણી,  સુખરામભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા   શૈલેષભાઈ પરમાર  રાજ્યસભા  સાંસદ  અમીબેન યાગ્નિક,  નારણભાઈ રાઠવા, એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ નેતા અને દિલ્હી અને હરિયાણાના પ્રભારી  દીપકભાઈ બાબરીયા, એ.આઈ.સી.સી.ના મંત્રી  ઉષાબેન નાયડુ,   રામકિશન ઓઝા,   બી.એમ. સંદીપ,  સોનલબેન પટેલ, સેવાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ   લાલજીભાઈ દેસાઈ, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, પ્રદેશ કોંગ્રસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ   હિંમતસિંહ પટેલ,  લલીત કગથરા, જીગ્નેશ મેવાણી,   ઋત્વિકભાઈ પટેલ,   કદીરભાઈ પીરઝાદા,  ઈદ્રવિજયસિંહ ગોહિલ,  અંબરીષ ડેર, પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ   નરેન્દ્ર સોલંકી, મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, પ્રદેશ સેવાદલના પ્રમુખ   વિજય પટેલ સહિત વિવિધ ફ્રન્ટલ – ડીપાર્ટમેન્ટના પ્રમુખ ઓ, પ્રદેશના હોદેદાર ઓ આગેવાન ઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ ઉમળકાભેર સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.