Abtak Media Google News

તાલુકા પોલીસે  દરોડો પાડી આઠ શખ્સોની ધરપકડ રૂ. 8.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો

 

Advertisement

મોરબીના પીપળીરોડ પર આવેલી લોર્ડસ ઈન હોટલમાં ધમધમતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડી આઠ શખ્સોની ધરપકડ કરી રૂ. 8.65 લાખો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી (રહે. રવાપર રોડ, અવનીપાર્ક, મોરબી-01) નામના આરોપીએ લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ નં.241 ભાડેથી રાખી પોતાના ભાડાના રૂમમાં જુગારધામ ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા-રમાડતા સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી (રહે. રવાપર રોડ, અવનીપાર્ક, મોરબી-01), ચેતનભાઇ કલ્યાણજીભાઇ દેત્રોજા (રહે. રવાપર રોડ, ફલોરા-158 મોરબી-01), પિયુષભાઇ જશમતભાઇ કગથળા (રહે. પંચાસર રોડ, પ્રમુખ સ્વામી પાર્ક, મોરબી-01), હરેશભાઇ રામજીભાઇ દેત્રોજા (રહે. રવાપર રોડ, વેલકમ પ્રાઇડ, મોરબી-01), ધર્મેન્દ્રભાઇ ભાણજીભાઇ પાંચોટીયા (રહે. સાદુળકા, તા.જી.મોરબી), રસીકભાઇ અમરશીભાઇ ચાડમીયા (રહે. રવાપર રોડ, સાંનિધ્ય પાર્ક સોસાયટી, મોરબી-01), લાલજીભાઇ ભગવાનજીભાઇ કડીવાર (રહે. રવાપર રોડ, સંગમ એપાર્ટમેન્ટ, મોરબી-01) તથા દિપેશભાઇ ધનસુખભાઇ કાવર (રહે. રવાપર રોડ, આલાપ પાર્ક સોસાયટી, મોરબી-01) નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂ.8,65,500/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.