Abtak Media Google News

ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા વાહનચાલકો સામે એ ડિવિઝનની લાલ આંખ : ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ કર્યું

મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. ત્યારે લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે એ ડિવિઝન પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી વાહનચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં માત્ર ૩ કલકમા જ ટ્રાફિક નિયમોનો ઉલળીયો કરતા અનેક વાહનચાલકો પકડાયા હતા. માત્ર ૩ કલાકમાં પોલીસે રૂ. ૨૯,૬૦૦નો જંગી દંડ વસુલ્યો હતો.

Advertisement

મોરબીમા ઉદ્યોગોના વિકાસની સાથો સાથ ટ્રાફીક સમસ્યા પણ દિવસેને દિવસે તેનો પગ મોકળો કરતી જતી જૉવા મળી રહી છે ત્યારેઆ ટ્રાફીક નિયંત્રણ માટે જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડે ભુતકાળમા પણ વાહનોની અવરજવર અને વનવેમા ફેરફાર કર્યા હતા જે વિચાર મહદ અંશે સફળ પણ રહ્યો હતો પરંતુ આજના દિવસોમા પ્રજાઆ ટ્રાફીક માટે પોલીસ તંત્ર ને જવાબદાર ગણાવતી હોયછે પરંતુ પ્રજા પણજો પોલીસ ને સાથ આપે તો મોટાભાગની સમસ્યા જ્યાથી શરૂ થાય છેત્યાજ અટકી શકે તેમ છે.

Img 20180710 Wa0014એ ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી, પીએસઆઈ સી.એચ.શુક્લ સહીતના પોલીસ કાફલાએ કડકપણે છેલ્લા એક સપ્તાહથી ટ્રાફીક પર ભાર મુકી કડક કાર્યવાહી હાથ ધરી છે જેમા ગઈકાલ સાંજે ફુટ પેટ્રોલીગ કરતા કરતા ત્રણજ કલાક મા ઉમિયા સર્કલ સુધી પહોચવાની સાથે રૂપીયા ૨૯,૬૦૦ નો જંગી દંડ ફટકાર્યો હતો જેમા ટ્રાફીક નિયમનો ભંગ કરતા વાહનો જેમકે કાળા કાચ, લાયસન્સ વગરના વાહનચાલકો, મોબાઈલ ફોન પર વાત કરતા વાહનચાલકો અને નંબર પ્લેટ વગરના વાહનોનો સમાવેશ કરવામા આવ્યો હતો સાથેજ ટ્રાફીકને અડચણ રૂપ વાહનોને પણ કડક કાર્યવાહી કરી કાયદાનુ ભાન કરાવવામા આવ્યુ હતુ.

આ બાબતે એસપી જયપાલસિહ રાઠોડ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુકે જો પ્રજા પોતાની ફરજ સમજે અને ટ્રાફીક નિયમૉ અને વનવેના નિયમોનુ ચુસ્ત પણે પાલન કરે તો મોરબી મા ટ્રાફીક સમસ્યા પર બ્રેક લગાવી શકાય છે પરંતુ પ્રજા પોતાની બંધારણીય ફરજોને ભુલી ટ્રાફીક નિયમોનો ઉલળીયો કરે છે અને આડેધડ વાહનો પાર્ક કરતા ટ્રાફીક જામની પરિસ્થીતી પણ સર્જાય છે જેના પગલે મોરબી પોલીસે જુદા જુદા વિસ્તારો માથી છેલ્લા એક માસ માજ ટ્રાફીક નિયમોનો ભંગ કરતા હજારો વાહનચાલકો દંડાયાછે અને લાખો રૂપીયાનો દંડ પણ કરવામાં આવ્યો છે જેથી પ્રજા પોતાની ફરજ સમજીજો પોલીસને સાથે આપે તોઆ સમસ્યાને પહોચી વળવુ વધુ સરળ બની રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.