Abtak Media Google News

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાયકલમાં કાવો મારવા જેવી નજીવી બાબતમાં બે શખ્સોએ મોટરસાયકલ ચાલકને લાકડાના બડીકે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલમાં કાવો મારીને ઓવરટેક કરતા બે શખ્સોને આનંદભાઈ નરભેરામભાઈ આદ્રોજા ઉ.વ.૨૮એ મોટરસાયકલ સરખું ચલાવાનું કહ્યું હતું. ત્યારે ઉદાભાઈ અને આશીશભાઈ નામના બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને આનંદભાઈને ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો.

આ મામલે આનંદભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનેં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.